ભૂતકાળમાં ક્યારેય ના બન્યું હોય એમ દેશભરના યાત્રાધામો કોરોના નામની મહામારીના લીધે જાહેર થયેલ લોકડાઉનના લીધે બંધ કરી દેવા પડ્યા હતા અને ભગવાનને જાણે 3 મહિનાનો ભક્તો સાથેનો નાતો તોડી દેવાયો અને આવી જ રીતે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા ઘણા દિવસથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. ધીમે ધીમે સરકારે હવે અનલોક ચાલુ થતા મહાકાળીના ભક્તો માટે ખુલ્લું મૂકી દેવાયું હતું. પરંતુ ગત રવિવારે રજાના દિવસે 50,000 માઈ ભક્તો ઉમટી પડતા કોરોના ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. જેના કારણે આજે મંદિર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે.
યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે માઈ ભક્તોમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે. કોવિડની સ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં વધુ વસ્તી ભેગી થવાના ડરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તળેટીમાં LEDથી ભક્તો વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. તેના માટે તળેટીમાં એલઇડી સ્ક્રીન મુકાશે. વર્ચ્યુઅલ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓ માટે પણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાશે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે અને દરેક યાત્રાળુઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિનિંગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દર્શન કરવા માટે ન આવવા માટે મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.
નોંધનીય છે કે, પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રવિવારની રજાના દિવસે પચાસ હજાર જેટલા માઇભકતો માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે ઉમટી પડયા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢ ખાતે તેમજ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. મંદિર વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવેલા હોવા છતાં યાત્રિકોમાં ધસારો હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.
કોરોના વાયરસની મહામારીમા રાજ્ય સરકારની ગાર્ડન મુજબ યાત્રાધામો તેમજ મંદિરોમાં ભક્તોને માતાજીના દર્શન કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રિકોએ પણ સરકારી ગાઇડલાઇન મુજબ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે.
જેમાં ગત રવિવારની રજાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકો દ્વારા મોટાભાગના યાત્રિકોએ માસ્ક પહેર્યા ન હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. એક તરફ્ કોરોના વાયરસ ને લઇ લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ્ પાવાગઢ ખાતે ઉમટી પડેલ યાત્રિકો આવી ભીડવાળી જગ્યામાં વગર માસ તેમજ સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ઉમટી પડયા હતા. મંદિર પરિષદ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી. જો આવો મહોલ હોય તો આસો નવરાત્રી પર્વમાં શું પરિસ્થિતિ હશે તે જોવું રહ્યું. પરંતુ આજે મંદિર દ્વસ્ટ દ્વારા નવરાત્રીમાં મંદિર રાખવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ યાત્રાધામ જ્યાં માં આદ્યશક્તિ મહાકાળીનો વાસ છે. ઉંચા ડુંગર પર બિરાજમાન મહાકાળી માતા કોરોના મહામારીના લીધે ભક્તોથી છેલ્લા 3 મહિના સુધી દૂર રહ્યા બાદ સરકારે અનલોકમાં ધીમેધીમે મંદિરો ખૂલતા ભક્તોને પોતાના દર્શન આપવાનું શરૂ કર્યું હતું. જોકે દેશભરના યાત્રાધામ પાવાગઢ પહેલા દર્શન માટે ખુલ્લા મૂકી દેવાયા હતા.
Home Corona-live યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે...