Home India કાશ્મીર માં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.

કાશ્મીર માં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.

94
0

વીરતાની વાત હોય કે માનવતાની….ભારતીય સૈન્યના જવાનો હંમેશા નંબર એક પર રહ્યા છે. કાશ્મીર (Kashmir)માં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે. આ બરફવર્ષા (Snowfall)થી લોકોનું જીવન વ્યથિત થઈ ગયું છે. ખીણના મેદાનોમાં 2 ફૂટથી વધુ બરફ જમીન પથરાઈ ગયો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરની ઊંચી પહાડીઓમાં બરફવર્ષાના પગલે 4 ફૂટ સુધી બરફના થર જામ્યા છે. દરમિયાન સૈનિકોની આવી તસવીરો સામે આવી રહી છે, જેમાં તેઓ સામાન્ય લોકોને મદદ કરી રહ્યા છે.
કુપવારા ના કરાલપુરમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી પરંતુ બરફના થર વચ્ચે કોઇ વાહન ચાલી શકે તેમ ન હતું ત્યારે લશ્કરીના ટુકડી આ પરિવારની મદદે આવી ગઇ હતી અને આ ગર્ભવતી મહિલાને પોતાના ખભા પર ઊંચકીને ઢીંચણ સુધીના બરફમાં બે કિલોમીટર સુધી ચાલીને મુખ્ય માર્ગ સુધી પહોંચાડી દીધી હતી.
સગર્ભા સ્ત્રીઓ, દર્દીઓની સહાય માટે વહીવટ આગળ આવ્યો
સરકારી વહીવટીતંત્રે ઘણી સગર્ભા સ્ત્રીઓ અને દર્દીઓને હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરી છે. પ્રશાસને લોકોને રાહત આપવા માટે તેના કર્મચારીઓ અને મશીનો તૈનાત કરી હતી, પરંતુ 72 કલાકથી વધુ સમય સુધી સતત બરફવર્ષાને કારણે બરફ કાઢવાની કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં ભારે બરફવર્ષાને કારણે દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને હંગામી સ્ટ્રેચર્સ પર હોસ્પિટલમાં લઈ જવી પડી હતી.
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ભારે બરફ વર્ષા વચ્ચે એક મહિલાએ હંગામી સ્ટ્રેચર પર બાળકને જન્મ આપ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસમાં બે ડઝનથી વધુ સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવી હતી અને કાશ્મીર ખીણના વિવિધ વિસ્તારોની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here