Home Gujarat અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે……

અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે……

68
0

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ, શાહીબાગ, વિજય ચાર રસ્તા, રાણીપ, ચાંદલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી છે.
બીજી બાજુ અમદાવાદમાં જ નહીં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલીના વિટ્ઠલપુરામાં ગઈકાલે સાંજે 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ ત્યાં વરસાદ છે, હાલ ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અમરેલીના વિઠ્ઠલપુરામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા દરિયા જેવો માહોલ બનેલો છે. વિઠ્ઠલપુરના ખેતરો પાણીથી તરબોળ થતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. વિઠ્ઠલપુરમા પંદરસો એકર જમીનમા વાવેતર કરાયેલ કપાસ અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ગામના ખેડૂતોએ રી સર્વે કરી સંપૂર્ણ નુકસાનનું વળતર ચૂકવવા માંગણી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયો હોવાના અહેવાલ મલી રહ્યા છે. આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 137.99મીટરે પહોંચી જશે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે.
સરદાર સરોવરમાં હાલ પાણીની આવક 55213 ક્યુસેક, જ્યારે રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલતા 54701 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલમાં 13,500 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો 5935 મિલીયન ક્યુબીક મીટર થયો છે એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.


Previous articleચીન અને પાકિસ્તાન આ નાપાક ચાલના લીધે લદ્દાખમાં ભારતની સાથે ડ્રેગનનો તણાવ વધતો જ જઇ રહ્યો છે……
Next articleબોલીવુડ અભિનેતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના નેતા અજય સિંહના દીકરા અરૂણોદય સિંહની કેનેડિયન પત્ની લી એલ્ટનની અરજી પર જબલપુર હાઈકોર્ટે સુનાવણી કરી છે. ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here