Home Corona-live કોરોના વાયરસની રસી 100 ટકા પરિણામ દેખાડે તે બાબત ખુબ જ મુશ્કેલ...

કોરોના વાયરસની રસી 100 ટકા પરિણામ દેખાડે તે બાબત ખુબ જ મુશ્કેલ છે. શ્વસન તંત્ર સાથે સંબંધિત બિમારીઓ માટે બનેલી કોઈ પણ વેક્સીન 100 ટકા અસરકારક નથી હોતી..

9
0

કોરોના વાયરસની રસી 100 ટકા પરિણામ દેખાડે તે બાબત ખુબ જ મુશ્કેલ છે. શ્વસન તંત્ર સાથે સંબંધિત બિમારીઓ માટે બનેલી કોઈ પણ વેક્સીન 100 ટકા અસરકારક નથી હોતી. માટે જો 50 ટકા પણ અસર દેખાડશે તો તે વેક્સીનને મંજુરી આપી દેવામાં આવશે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ના મહાનિર્દેશકે જણાવ્યું હતું.
ICMRના મહાનિર્દેશક ડૉ બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, 50 થી 100 ટકા અસર દેખાડનારી કોરોના વેક્સીનને ઉપયોગમાં લેવાની મંજુરી આપવામાં આવશે. ડૉ, ભાર્ગવનું નિવેદન ભારતના ડ્રગ રેગુલ્ટર, સેંટ્રલ ડ્રગ્સ એંડ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ના કોરોના વેક્સીનને લઈને બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ ગાઈડેંસ નોટના એક જ દિવસ બાદ સામે આવ્યું છે. CDSCOએ સલાહ આપી હતી કે રિસર્ચર્સ માત્ર કોઈ વેક્સીન વ્યક્તિને સંક્રમણથી બચાવવાની ક્ષમતા જ ના જુએ પણ એવી વેક્સીન પસંદ કરે કે જે ગંભીર ઈન્ફેક્સનને પણ અટકાવી શકે.
દેશભરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 55 લાખ પાર કરી ચુકી છે. આ મહામારીને નાથવા દેશમાં 3 કંપનીઓ વેક્સીન વિકસિત કરવામાં લાગી ગઈ છે. 3 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના અલગ અલગ સ્ટેજ પર પણ છે પરંતુ અત્યાર સુધી કઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે કોરોનાની વેક્સીન લોકોને ક્યારે મળશે.
શ્વાસના રોગની વેક્સીન 100 ટકા સુરક્ષિત નહીં
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, કોઈ પણ વેક્સીનમાં ત્રણ વસ્તુઓ હોવી જોઈએ. સુરક્ષા, ઈમ્યુનિટી વધારવાની ક્ષમતા અને તેમનું કારગર હોવું. જેને લઈને ICMRના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવના અનુસાર, કોઈ પણ વેક્સીન કોરોના વાયરસથી સંક્રમિત શ્વાસના રોગીઓને 100 ટકા સુરક્ષિત નહીં કરી શકે. આવા લોકો જે શ્વાસની બિમારીઓ સામે ઝઝુમી રહ્યા છે. તેમના માટે વેક્સીન સંપૂર્ણ રીતે કામ નહીં કરી શકે.
ભાર્ગવે કહ્યું, ‘જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એ પણ કહ્યું હતું કે, જો વેક્સીન 50 ટકા કારગર નિવડશે તો પણ તેને સ્વીકારી લેવામાં આવી શકે છે. આમ તો અમે 100 ટકાનો ટારગેટ લઈને ચાલી રહ્યા છીએ. પરંતુ આ 50થી 100 પરસેન્ટની વચ્ચે જ રહેશે.
ભારતમાં 3 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના લાસ્ટ સ્ટેજમાં
ICMRના ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, કેડિલા અને ભારત બાયોટેકના ફેઝ-1 ટ્રાયલ પુરો કરી લેવામાં આવ્યો છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યુટે ફેઝ-2 B3 ટ્રાયલ પુરો કરી લીધો છે. ટૂંક સમયમાં જ મંજૂરી મળ્યા બાદ ત્રીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવશે. જેના માટે 14 સ્થાનો પર 1500 રોગિઓ પર તેનો ટેસ્ટ કરવામાં આવશે.
ડૉ, બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, કોરોના કઈ રીતે ફેલાયો અત્યાર સુધી કોઈ પણ મોડલ તેની સટીક ભવિષ્યવાણી નથી કરી શક્યુ. દેશને ફક્ત મહામારી સામે બચવાની રીત પર ફોકસ કરવાની જરૂર છે. તપાસ વાયરસની ટ્રેકિંગ અને ઈલાજ જ મહામારીને રોકવાના બેસિક બચાવ છે.

Previous articleદુનિયાના 16 એવા દેશ છે જ્યાં વિઝા વગર તમે ફરી શકો છો…..
Next articleગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ છે. આજે ગૃહમાં 4 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here