Home Gujarat અમદાવાદ નો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

અમદાવાદ નો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

94
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા દ્વારા વર્ષ 1962માં બનેલા સાબરમતી નદી (Sabarmati river) પરના નહેરુબ્રિજ ખખડી ગયો છે એટલે આ ખખડી ગયેલા બ્રિજના રિપેરિંગ (Repairing) માટેનાં ચક્રો તંત્રે ગતિમાન કર્યાં છે. જેના કારણે અમદાવાદ (Ahmedabad)નો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદનો નહેરૂબ્રિજ 15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. નેહરૂબ્રિજ સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે બંધ રહેશે. જેથી વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી શકે તેમ છે. નેહરૂબ્રિજ પરથી પસાર થતાં લોકોને વૈકલ્પિક રૂટ તરીકે લૉ ગાર્ડન તરફ આપવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ. ઇજનેર બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂપિયા 2.54 કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે. અત્રે મહત્વનું છે કે, નહેરૂબ્રિજના સમારકામને લઇને 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરીએ બ્રિજ બંધ રહેશે. 15 દિવસ મેટ્રો અને બ્રિજનું સમારકામ ચાલશે. તમને જણાવી દઈએ કે અગાઉ સુભાસબ્રિજનું સમારકામ કરાયું હતું.
અમદાવાદના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમરોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાલુપુર, મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો બ્રિજ છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે 58 વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઇ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઇ ગઇ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here