Home International જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે…..

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે…..

42
0

જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને તેની કેબિનેટે રાજીનામું આપી દીધું છે. તેઓનાં રાજીનામાથી આગામી સરકારના ગઠન માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આબેએ સ્વાસ્થ્ય કારણોથી વડાપ્રધાન પદેથી રાજીનામાંની ઘોષણા થોડા દિવસો પહેલાં કરી હતી. બુધવારે એટલે કે આજે જાપાનની નવી સરકાર પોતાનું કામકાજ સંભાળી શકે છે.
યોશિહિદે સુગા જાપાનના નવા વડા પ્રધાન બન્યા છે, જે લાંબા સમય સુધી શિંઝો આબેના સહયોગી રહેલાં છે. અત્યાર સુધી તે ચીફ કેબિનેટ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. તેઓને સોમવારે જાપાનના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રીમિયર પસંદ કરવામાં આવ્યા હતા.
સુગા પર શિંઝો આબેના અધૂરા કામોને પૂરા કરવાની જવાબદારી હશે. ખાસ કરીને આંતરિક અર્થવ્યવસ્થા અને વિદેશનીતિને લઈ. શિંઝો આબે વિદેશનીતિના મામલામાં અત્યાર સુધીના સૌથી પ્રભાવી પીએમ સાબિત થયા છે. પણ સુગાની સામે હાવ કોરોના મહામારીનો સૌથી મોટો પડકાર છે. સુગા શિંઝો આબે પહેલીવાર 2006માં પીએણ બન્યા તે સમયથી જ તેમના ખાસ સહયોગી રહ્યા છે.
યોશિહિદે સુગાની સામે વિદેશનીતિ મોટો પડકાર છે. ચીનનું સંકટ હંમેશાથી જાપાન સામે ઉભું જ રહે છે, તો પૂર્વ ચીન સાગરમાં પણ તેઓને મહત્વપુર્ણ જવાબદારી નિભાવવી પડશે. તો આગામી વર્ષે ઓલિમ્પિકનું સફળતાપુર્વક આયોજન પણ એક પડકાર છે. અને અમેરિકામાં ચૂંટણી બાદ નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધો પણ સારા કરવાનો પડકાર સુગા સામે છે.


Previous articleશિવસેનાના મુખપત્ર સામનાએ ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનની પ્રશંસા કરી……
Next articleહાલ આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here