GUJARAT

જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં દર કલાકે ૩૦ થી વધુ ઓક્સીજનના બાટલાનો થાય છે વપરાશ જિલ્લા કલેકટરે સિવિલ હોસ્પીટલ ખાતે સેન્ટ્રલ ઓક્સીજનના સ્ટોરની લીધી મુલાકાત

જૂનાગઢ,તા.૧૯ મેડિકલ કોલેજ સંલગ્ન જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોવીડ-૧૯ ના દર્દીઓને સઘન સારવાર મળી રહે તેમને સારવાર સુવિધામાં કોઈ અડચણ નાં આવે તેની પૂરતી તકેદારી લેવામાં આવે છે. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી હોસ્પીટલની દૈનીક કામગીરીનું મોનીટરીંગ કરવા ઉપરાંત દર્દીઓને મળતી સારવારની સતત તકેદારી લઈ રહ્યા છે. તેમણે ગઈ કાલે સેન્ટ્રલ ઓક્સીજન સપ્લાઈ સિસ્ટમની વિગતો મેળવવા સાથે સેન્ટ્રલ સ્ટોરની પણ મુલાકાત લીધી હતી.

વૈશ્વિક મહામારી કોરોનાના દર્દીઓને ઓક્સીજનની ખૂબ જરૂરીયાત રહે છે. સીવીલ હોસ્પીટલમાં દર કલાકે ૩૦ થી વધુ ઓક્સીજનનાં બાટલાનો વપરાશ થઈ રહ્યો છે. હોસ્પીટલના અધિક્ષક ડો. ભાવેશ બગડાના જણાવ્યા અનુસાર ઓક્સીજનની સેન્ટ્રલ સપ્લાઈ ચેઈન સતત જાળવવા એક હજાર લીટરની એક ટેન્ક ઉપરાંત ૪૫૦ જેટલા જમ્બો બાટલાનો સ્ટોક સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે.

૭૮૦ બેડની મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પીટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમ-જેમ ઓક્સીજનનાં બાટલા અને ટેન્ક ખાલી થાય તેમ તેને રાજકોટ અને ભાવનગરથી ભરાયને આવી જાય તેવી વ્યયસ્થા રાખી છે. જૂનાગઢ ખાતે ઓક્સીજન પ્લાન્ટ નાં હોય રાજકોટ અને ભાવનગરથી બાટલા મંગાવવામાં આવે છે.સિવિલમાં કોરોનાના દર્દીઓને વેન્ટીલેટર, બાયપેક. કે ઓક્સીજનની જરૂરિયાયત ઉપસ્થિત થાય છે ત્યારે તેમને આપવામાં આવે છે. હોસ્પિટલના તબિબો તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા પણ દર્દિઓની પુરતી સાર સંભાળ લેવામાં આવે છે.

ઉપરાંત હોસ્પીટલ ખાતે કોરોના દર્દીઓ માટેના ખાસ, ઇન્જેકશન, દવાનો પૂરતો જથ્થો રાખવા સાથે ડોકટરો સ્ટાફ અને દર્દીઓ માટે પી. પી. ઈ. કીટ, એન.૯૫ માસ્ક, ગ્લવઝનો જથ્થો પણ જાળવવામાં આવે છે. અને દર્દીઓ સાથે સ્ટાફને પણ સારવારમાં મુશ્કેલી નાં પડે તેની તકેદારી લેવામાં આવે છે. પ્રત્યેક બાટલા દીઠ સિવિલ હોસ્પીટલ દ્રવારા રૂ. ૩૮૦.૮૦ જેટલો ખર્ચ કરવામાં આવી રહયો છે. રોજના ૩૦૦ ઓકસીજનના બાટલાનો વપરાશ ગણીએ તો પણ રૂ. ૧.૧૫ લાખ જેટલા રૂપિયાનો પ્રતિદિન ઓકસીજન પાછળ હોસ્પિટલ ખર્ચ કરે છે.

Leave a Reply

Your email address will not be published.