Home International દુનિયાના બીજા સૌથી ઊંચા પર્વત K2ને શિયાળાની સીઝનમાં ફતહ કરી વિશ્વ રેકોર્ડ...

દુનિયાના બીજા સૌથી ઊંચા પર્વત K2ને શિયાળાની સીઝનમાં ફતહ કરી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો.

46
0

10 નેપાળીઓની એક ટીમ (Nepali Climbers)એ ઇતિહાસ રચી દીધો છે. તેમણે દુનિયાના બીજા સૌથી ઊંચા પર્વત K2ને શિયાળાની સીઝનમાં ફતહ કરી વિશ્વ રેકોર્ડ (World Record) બનાવી દીધો છે. એવું પહેલી વખત બન્યું કે કારાકોરમ રેન્જ (Karakoram Range)ના આ પર્વત પર પહોંચવાની કોઇને સફળતા મળી છે. જી હા તેમનું કહેવું છે કે શિયાળાની કડકડતી ઠંડીમાં પાકિસ્તાનના K2 પર્વતના શિખરને ફતહ કરનાર આ દુનિયાનું પહેલું પર્વતારોહક ગ્રૂપ બની ગયું છે. આ દાવો એક ટ્રેકિંગ સંગઠન સેવન સમિટ ટ્રેક્સ (Seven Summit Treks) એ કર્યો છે.
છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડઝનબંધ પર્વતારોહક આ કારનામું કરવાની કોશિષ કરી રહ્યા હતા. દરિયાઇ સપાટીથી તેની ઉંચાઇ 8611 મીટર એટલે કે 28,251 ફૂટ ઉપર છે. દુનિયાનું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઉંચાઇ 8848 મીટર છે. શિયાળાની સીઝનમાં અહીં ચઢાણ કરવું ખૂબ જ કપરું મનાય છે.
સેવન સમિટ ટ્રેક્સ એ ટ્વીટ કરી કહ્યું હતું કે અમે કરી દેખાડ્યું, અમારો વિશ્વાસ કરો, અમે કરી દેખાડ્યું- એ યાત્રા જે પહેલાં કયારેય કોઇ કરી નથી. કારાકોરમની ‘સેવેજ માઉન્ટેન’ને શિયાળાની સીઝનમાં સૌથી ખતરનાક મનાય છે. નેપાળી પર્વતારોહી માઉન્ટ K2 પર તેઓ સ્થાનિક સમયાનુસાર સાંજે પાંચ વાગ્યે પહોંચી ગયા હતા.
શિયાળાની સીઝનમાં આ પર્વતના શિખરને ફતહ કરવાની કોશિષ અગાઉ 1987-1988ની સાલમાં કરાઇ હતી. ત્યારબાદ બીજા કેટલાંય પર્વતારોહકોએ પણ સાહસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઇપણ 7650 મીટરથી વધુ ઉંચાઇ પર પહોંચી શકયું નહોતું. પરંતુ આ સીઝનમાં આ પર્વત પર માનવજાતના પગલાં ત્યાં પડ્યા.
આપને જણાવી દઇએ કે ‘સેવેજ માઉન્ટેન’ નામથી પ્રસિદ્ધ આ ગ્રૂપને K2 ફતહ કરવામાં સામે આવનાર કઠિનાઇઓનો અંદાજે તમે એ વાત પરથી લગાવી શકો છો કે પર્વત પર એક કલાકમાં 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે. આ સિવાય અહીંનું તાપમાન માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જઇ શકે છે.
એવરેસ્ટથી K2 માત્ર 200 મીટર નાનો છે. આ કારાકોરમ પર્વતમાળાના પહાડો છે જે પાકિસ્તાન-ચીનની સરહદમાં પથરાયેલ છે. 8000 મીટરથી વધુ ઉંચાઈવાળા 14 પર્વતોમાંથી એક પર્વતને લઇ શિયાળામાં મોટાભાગના લોકોનું આ તરફ વલણ રહે છે.


Previous articleWhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું કે, પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં.
Next articleકેન્દ્ર સરકાર રસોઈ ગેસ સિલેન્ડરનું બુકિંગ કરતા તેની સબસિડી સીધી ગ્રાહકના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here