નવસારીઃ નવસારી જિલ્લામાં કોરોનોના વધતા જતા પ્રમાણને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજાગ બની કામ કરી રહયું છે. કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણ અભિયાન ચાલી રહયું છે. હાલમાં ૪૫ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને સરકાર દ્વારા કોરોનાની રસી નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.
નવસારી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ નવસારીના રહીશ શ્રી કાલીભાઇ એમ. પારડીવાલા (ઉ.વ.-૬૦) એ વેકસિનનો બીજા ડોઝ લીધો હતો.
વેકસિનનો બીજ ડોઝ લીધા બાદ શ્રી કાલીભાઇ પારડીવાલાએ જણાવ્યું હતું કે, કોરોના વેકસીન રસીની કોઇ આડઅસર નથી. પોતાના પરિવારની સુરક્ષા માટે વેકિસન લેવું ખૂબ જ જરૂરી છે. જેથી તમામ નાગરિકોએ વેકસીન લેવી જાઇએ તેમ જણાવ્યું હતું.
નવસારી જિલ્લાના નાગરિકો જયારે પણ ઘર બહાર નીકળે માસ્ક અવશ્ય પહેરે, જાહેર સ્થળોએ સામાજિક અંતરનું પાલન કરે અને સરકાર દ્વારા જાહેર કરાયેલી એસ.ઓ.પી.નું ચુસ્ત પાલન કરે તો જ આપણે કોરોનાને પરાસ્ત કરી શકીશું. જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે નાગરિકોનો સહકાર આપવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.
(શેખર ખેરનાર ડાંગ)
Home South-Gujarat નવસારીના કાલીભાઇ પારડીવાલાએ વેકસિનનો બીજા ડોઝ લીધો:પરિવારની સુરક્ષા માટે વેકસિન જરૂરી