Home South-Gujarat વાલિયા ખાતે ની સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે...

વાલિયા ખાતે ની સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે કનકસિંહ માંગરોલા નો વડાપ્રધાન ને પત્ર

47
0

કોરોના વાયરસ ના બીજા તબક્કા ના કઠિન સમય માં આદિવાસી પંથકની આ હોસ્પિટલની તાતી જરૂરીયાત છે
પૂર્વ પટ્ટી ના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થયેલ વાલીયા ની સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ ના ભવ્ય ભૂતકાળને લોકો આજના કોરોના ના કપરા સમયમાં યાદ કરી રહ્યા છે ત્યારે સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ ના સ્થાપક અને માજી રાજ્ય સભા સાંસદ કનકસિંહ માંગરોલા એ હોસ્પિટલ શરૂ કરવા માટે ઉચિત રજૂઆત કરી છે.

માજી રાજ્યસભા સાંસદ કનકસિંહ માંગરોલા તારીખ ૨૪ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કોરોના કાળના આશા મહિમા હોસ્પિટલ ફરી શરૂ કરવા માટે વિનામૂલ્યે આરોગ્ય વિભાગને સુપરત કરવા રજૂઆત કરી છે આ પત્રની એક નકલ તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ આપી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે આજે પણ આ હોસ્પિટલ તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને કોરોના વાયરસ ના બીજા તબક્કા માં આ હોસ્પિટલની અત્યંત આવશ્યકતા વર્તાઈ રહી છે ત્યારે એને ફરીથી શરૂ કરવામાં આવે.
આદિવાસી બેલ્ટ માં ૫૦૦ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ હોવી એ એક આશ્ચર્ય છે પરંતુ આ હકીકત ને એકલા હાથે આકાર આપનાર માજી સાંસદ કનકસિંહ માંગરોલાની સેવા પ્રવૃત્તિનો આદર્શ નમૂનો વાલિયાની સીતારામ સેવા ટ્રસ્ટ સંચાલિત ૫૦૦ બેડની હોસ્પિટલ છે. જ્યાં વિના મૂલ્યે અદ્યતન મેડિકલ સુવિધાઓ પૂર્વ પટ્ટીના આદિવાસીઓ અને ગરીબોને પ્રાપ્ત થતી હતી.
આ હોસ્પિટલમાં અદ્યતન આઇસીયુ ૪ ઓપરેશન થીયટરો અને અદ્યતન વેન્ટીલેટર્સથી સુવિધા સજ્જ અનુભવી ડોકટરો ૨૪ કલાક સેવા આપતાં હતાં ગુજરાત માં ૧૦૮ એમ્બ્યુલન્સ નો જન્મ પણ નહોતો થયો ત્યારે અદ્યતન સુવિધાઓ ધરાવતી ૬ એમ્બ્યુલન્સો એક સંદેશા પર મહારાષ્ટ્રની બોર્ડર સુધી રહેતાં આદિવાસી ઓ માટે દોડી જતી હતી ગામડે ગામડે નિયમિત રૂપે ફરતાં દવાખાના દ્વારા ઘરે ઘરે ફ્રી માં દવાઓ સહિત આયોગ્ય સુવિધા ઓ પહોંચાડવા નું ભગીરથ કાર્ય કનકસિંહ બાપુ ના માર્ગદર્શન હેઠળ ચાલતું હતું. એટલું જ નહીં પરંતુ હજારો મેડિકલ કેમ્પો કરી લોકોને અદ્યતન આરોગ્ય સેવા નોં લાભ આપી સેવાકીય ક્ષેત્રે સીતારામ સેવા ટ્રસ્ટ હરણ ફાળ ભરી રહ્યું હતું.
આજ ના આ કોવિડ-૧૯ ના કપરા કાળ માં જો આ હોસ્પિટલ ચાલુ હોત તો ટ્રાઇબલ વિસ્તારના હજારો દર્દી ઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થાત આજના આ સમય માં લોકો ના મોઢે એક જ વાત છે કે સીતારામ હોસ્પિટલ જલ્દી થી પહેલાંની જેમ જ ધમધમતી થાય.
આજે જ્યારે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ પણ કોરોના સામે વામણી પુરવાર થઇ છે ત્યારે ગરીબોની ખરા અર્થ માં અદ્યતન સુવિધાઓ સાથે સેવા કરતી સીતારામ હોસ્પિટલ ને લાગેલ ગ્રહણ વહેલું પૂરૂ થાય તેવી પ્રચંડ લોક માંગ ઉઠવા લાગી છે.
કોવિડ-૧૯ ના બીજા તબક્કાના આ કપરા સમયમાં અદ્યતન હોસ્પિટલો ન હોવા ના કારણે દર્દીઓ ને શાળાના મકાનો માં રાખવા ની નોબતો આવી તેવા સંજોગો માં ૫૦૦ પથારી ધરાવતી આ હોસ્પિટલ ફરી ધમધમે એ આ કપરા કાળ માં લોક માંગ છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleવડોદરા શહેર પોલીસ બુકે આપી સન્માન કરવામા આવેલ
Next articleદાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના વોર્ડમાં જઇ દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here