Bollywood

કંગના રનૌતે આપી ખુલ્લી ચેલેન્જ 9 સપ્ટેમ્બરે આવીશ મુંબઈ, કોઇમાં હિંમત હોય તો રોકી લે

એકટ્રેસ કંગના રનૌતે શિવસેના સાંસદ સંજય રાઉતને ટ્વીટ કરી જડબાતોડ જવાબ આપ્યો છે. પહેલા મુંબઇની POK સાથે સરખામણી કરતા જ કંગનાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ હતી. હવે કંગનાએ ફરી એક નવું ટ્વીટ કર્યુ છે અને એલાન કર્યુ છે કે તે મુંબઇ આવી રહી છે. 9 સપ્ટેમ્બરે કંગના મુંબઇ આવશે. કંગનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે કોઇમાં હિમ્મત હોય તો રોકી લે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. અભિનેત્રી કંગના રનૌત આ મામલે સતત અવાજ ઉઠાવી રહી છે. શરૂઆતથી જ અભિનેત્રી કંગના નેપોટિઝમને લઇને બોલિવૂડની પોલ ખોલી રહી છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ પર કંગના સતત આરોપ લગાવી રહી છે. આ દરમિયાન કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે.

કંગનાને લઈને સંજય રાઉતે કહ્યુ હતુ કે તેને જો મુંબઈ પોલીસથી ડર લાગે તો હોય તો તેણે પરત મુંબઈ આવવુ જોઇએ નહી. જેના પર કંગના તરફથી આવો જવાબ આવ્યો કે હવે ઇન્ડસ્ટ્રીના કલાકારોએ મુંબઈ શહેર વિશે વાત શરૂ કરી દીધી છે.

અભિનેત્રી કંગના રનૌતે આ કેસમાં ખૂબ જ અવાજ ઉઠાવ્યો છે. હવે કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉતની વચ્ચે જુબાની જંગ તેજ થઇ ગઇ છે. મુંબઇ પોલીસને લઇ આપેલા નિવેદન બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો તેમને મુંબઇમાં ડર લાગતો હોય તો તેમણે પાછા આવવું જોઇએ નહીં. તેના પર હવે કંગનાની તરફથી જવાબ આવ્યો છે.

કંગના રનૌતની તરફથી ટ્વીટ કરી લખ્યું કે શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું કે હું મુંબઇ પાછી ના આવું. પહેલાં મુંબઇના રસ્તાઓમાં આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકી મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના જેવું કેમ લાગી રહ્યું છે?

Leave a Reply

Your email address will not be published.