Bollywood India

કંગના રનૌત ઓફિસ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી ચાલુ છે. હાઇકોર્ટે મુંબઇમાં તૂટતી બિલ્ડિંગ્સને લઇ BMCને ખખડાવ્યું છે…

કંગના રનૌત ઓફિસ કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં સુનવણી ચાલુ છે. હાઇકોર્ટે મુંબઇમાં તૂટતી બિલ્ડિંગ્સને લઇ BMCને ખખડાવ્યું છે. હાઇકોર્ટે BMCને કહ્યું કે મોનસૂનમાં તમે તૂટેલી બિલ્ડિંગ્સને આ રીતે છોડી શકો નહીં. કોર્ટે BMCને કહ્યું કે આમ તો તેઓ ઝડપી છે પરંતુ આ કેસમાં સુસ્તી દેખાડી.

સુનવણી દરમ્યાન BMC ઓફિસરો અને સંજય રાઉતે પોતાની વાત વકીલો દ્વાહી જ્યારે કંગનાનો પક્ષ તેના વકીલ પ્રદીપ થોરાટે મૂકયો હતો. બીએમસીનો પક્ષ મૂકી રહેલા વકીલે કહ્યું કે તેમને જવાબ આપવા માટે બે દિવસનો સમય જોઇએ જેના પર જસ્ટિસ કઠાવલા ભડક્યા. તેમણે કહ્યું કે કોઇનું ઘર તોડી દેવામાં આવે છે અને આપણે તેને વરસાદની સીઝનમાં આમ જ મૂકી રાખી શકીએ નહીં.

કોર્ટે કહ્યું કે આમ તો તમે ખૂબ તેજ છો પરંતુ જ્યારે તમારા પર આરોપ લાગે છે અને જવાબ માંગવામાં આવે છે તો તમે પગ પાછા ખેંચવા લાગો છો. કોર્ટ કાલે બપોરે 3 વાગ્યે આ કેસની સુનવણી કરશે. આપને જણાવી દઇએ કે જજે અરજી બરાબર ના હોવા પર નારાજગી દેખાડતા દેખાયા તેના પર કંગનાનો પક્ષ મૂકી રહેલા એડવોકેટ વીરેન સરાફે માફી માંગી અને કહ્યું તેને ઝડપથી બરાબર કરી દેશે.

આપને જણાવી દઇએ કે કંગનાએ મુંબઇમાં બિલ્ડિંગ તોડ્યા બાદ આ કેસમાં સવારે જ ટ્વીટ કરી હતી. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત અને બીએમસી. જ્યારે મારું ઘર ગેર કાયદેસર રીતે તોડી રહ્યા હતા તે સમયે એટલું ધ્યાન એ બિલ્ડિંગ પર આપ્યું હોત તો આજે અહીં લગભગ પચાસ લોકો જીવતા હોત.

કંગના રનૌતની ઓફિસની તોડફોડ સંબંધિત કેસ પર બુધવારના રોજ પણ સુનવણી કોર્ટે ટાળી દીધી હતી. બુધવારના રોજ કોર્ટે ધોધમાર વરસાદના લીધે સુનવણી ના કરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસને લઇ કંગના રનૌત અને શિવસેનાની વચ્ચે જુબાની જંગ વધુ આક્રમક થયા બાદ BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવી દીધું હતું.

ત્યારબાદ કંગનાએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ એ જ દિવસે કોર્ટે BMCની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકાવ્યો હતો. પછી 15 સપ્ટેમ્બરના રોજ કંગના રનૌતે પોતાની સંશોધિત અરજીમાં બીએમસીની કાર્યવાહીને લઇ વળતર પેટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ કેસમાં સુનવણી 22 સપ્ટેમ્બરના રોજ રાખી હતી.

હાઇકોર્ટે કહી હતી આ વાત

મુંબઇના પાલી હિલમાં આવેલી કંગનાની ઓફિસની કિંમત અંદાજે 48 કરોડ રૂપિયા હતી. કંગના રનૌત અને બીએમસી કેસ પર સુનવણી દરમ્યાન હાઇકોર્ટે કહ્યું કે સંજય રાઉતના ભાષણ અને ટિપ્પણીઓને અરજીમાં સામેલ કરાઇ છે, તો શું તેમને જવાબ આપવાની તક આપવી જોઇએ નહીં. તેઓ કહી શકે છે કે આ એક મનઘડત સીડી છે. આથી જો તમે તેના પર વિશ્વાસ કરી રહ્યા છો તો તેમને એક તક આપવી જોઇએ.

ઓફિસ તૂટી, સૂત્રોચ્ચાર થયા

જે સમયે કંગનાની ઓફિસ તૂટી ત્યારે તે મુસાફરી કરી રહી હતી. તે મનાલી સ્થિત પોતાના ઘરેથી મુંબઇ આવી રહી હતી. તેણે શિવસેનાને પડકાર ફેંકયો હતો કે જો રોકી શકો તો રોકી લો. કંગનાની ઓફિસ તોડવાની ઘટના સિવાય જ્યારે તે મુંબઇ એરપોર્ટ પર ઉતરી તો હજારો શિવસેના સમર્થક ત્યાં કંગના વાપસ જાઓના સૂત્રોચ્ચાર લગાવી રહ્યા હતા. ત્યારબાદ તેને બીજા રસ્તેથી ત્યાંથી નીકાળી હતી.

Leave a Reply

Your email address will not be published.