Entertainment

કન્નડ ફિલ્મોના અભિનેતા અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા થઇ છે.

કન્નડ ફિલ્મોના અભિનેતા અને રાઉડી શીટર સુરેન્દ્ર બંટવાલની હત્યા થઇ છે. બુધવારે તેનો મૃતદેહ કર્ણાટકના બંટવાલ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં સોફા પર પડેલો મળી આવ્યો હતો. તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોના અનેક નિશાન હતા. પોલીસના જણાવ્યા મુજબ બંટવાલ પર અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. જો કે, આ પાછળનું વાસ્તવિક કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મિત્રોને મળ્યો મૃતદેહ

રિપોર્ટ અનુસાર બંટવાલના મિત્રોએ તેમને ઘણી વાર ફોન કર્યો હતો અને જ્યારે તેનો જવાબ ન મળ્યો ત્યારે તે તેના ઘરે ગયા હતા. ત્યાં તેમને બંટવાલનો મૃતદેહ સોફા પર પડ્યો હતો.. પોલીસે એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મૃત્યુની આગલી રાત તેની સાથે કોણ હતું. તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે.”

બંટવાલ વિરુદ્ધ 15 ક્રિમિનલ કેસ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બંટવાલ સામે 15 ગુનાહિત કેસ નોંધાયા છે. લગભગ અઢી વર્ષ પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ભાજપના કાર્યકરોને તલવાર સાથે ધમકાવતા જોવા મળ્યા હતા. જેમા ભાજપના બે કાર્યકરો પણ ઘાયલ થયા હતા. આ કેસમાં બંટવાલની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન અપાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published.