International

પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, 4 આતંકી ઠાર, 5 નાગરિકના મોત

કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. Ary ન્યૂઝ રિપોર્ટના મતે સોમવારના રોજ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. ચારેય આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે.

પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે. રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર કરાચી સ્ટોક એક્સચેન્જમાં આતંકવાદી હુમલો થયો તે સમયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

કરાચીના આઇજીનું કહેવું છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારીઓના કપડા પહેર્યા હતા જે તેઓ ઓફ ડ્યૂટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઇ જઇ રહ્યા હતા જેમાં સંભવત: વિસ્ફોટક હોઇ શકે છે.

કેવી રીતે થયો આતંકી હુમલો

આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મેન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરિંગ કરતાં બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ ફાયરિંગ દરમ્યાન એક પોલીસ ઓફિસર અને એક સિક્યોરિટી ગાર્ડના ઘાયલ થયાના સમાચાર છે. ઘટનાસ્થળ પર પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેની સાથે જ સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી નીકાળી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ સાથે વાત કરતાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર અબીદ અલી હબીબે કહ્યું કે સ્ટોક એક્સચેન્જની અંદર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આતંકી પાર્કિંગ એરિયાથી ઘૂસ્યા હતા અને તમામ લોકો પર ફાયરિંગ કરી રહ્યા હતા. આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પાર્કિંગ ક્ષેત્રમાં ઘૂસીને સ્ટોક એક્સચેન્જના મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.