Home Kheda (Anand) ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ નડીયાદ તાલુકાના પીપલગ,કેરીયાવી અને આખડોલ ગામની ગ્રામ પંચાયતના...

ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ નડીયાદ તાલુકાના પીપલગ,કેરીયાવી અને આખડોલ ગામની ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી

4
0

ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ નડીયાદ તાલુકાના પીપલગ, કેરીયાવી અને આખડોલ ગામની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ પીપલગ, કેરીયાવી અને આખડોલ ગામમાં વુક્ષારોપણ કર્યું હતુ. તેમજ પીપલગ, કેરીયાવી અને આખડોલની મુલાકાત લઇ ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી હતી. ગ્રામ પંચાયતની ગામના વિકાસ માટે જોઇતી વધુ સહાયતા માટેની તેમજ વિકાસના કામની કામગીરી બાકી હોય તો તે અંગે તલાટી કમ મંત્રી, ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ગામમા પ્રાથમિક શાળાની સ્થિતિ તેમજ ગામની સ્વચ્છતા તેમજ કામગીરી અંગેની તપાસ કરી ગામના સરપંચ સાથે પુચ્છા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ તબક્કે નડીયાદ ગ્રામ્યના મામલતદારશ્રી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. પીપલગ, કેરીયાવી અને આખડોલ ગામમાં તલાટી કમ મંત્રીશ્રી, સરંપચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યો, નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.


Previous articleપ્રાઈડ ઓફ ચરોતરનો એસવીઆઈટી- વાસદ ને મળેલ બહુમાન.
Next articleનડિયાદની મધર કેર સ્કૂલનો નવતર અભિગમ:ઘર શાળા પ્રોજેકટ શરૂ કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here