Kheda (Anand)

ખેડા પોલીસ દ્વારા યોજાયેલ યોગપ્રહરી માં ભાગ લેનાર પોલીસ કર્મી ઓ ને ખેડા એસ પી દ્વારા પ્રશંસા પત્ર આપવા માં આવ્યું

ખેડા જિલ્લા પોલીસ ટીમના સભ્યોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કોવિડ -૧૯ મહામારી સામે સારી રીતે લડવા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિવ્ય મિત્ર, આઈ.પી.એસ. દ્વારા પ્રોજેકટ યોગપ્રહરી તા.૧૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટ માં દરરોજ ૧૦ મિનિટ માટે યોગીક શ્વાસોચ્છવાસ લેવાની કવાયત એટલે કે “પ્રાણાયામ” એક પણ દિવસ ચુક્યા વિના તા.૩૦/૦૫/૨૦૨૦ સુધી ૨૧ દિવસ માટે કરવાનો પડકાર હતો.

આ પ્રોજેક્ટ યોગપ્રહરી-૧ માં, ખેડા જિલ્લા પોલીસના અધિકારીઓએ ૨૧ દિવસના પડકારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ૪ અધિકારીઓએ ખુબ જ રસ દાખવી આ પડકાર ૧૦૦% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ જ્યારે ૧૦ અધિકારીઓએ ૭૫ % ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહેલ હતા. ત્યારબાદ તા.૦૧/૦૬/ર૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦ દિન-૩૦ માટે યોગપ્રહરી-ર અમલમાં મુકવામાં આવેલ જેમાં ખેડા પોલીસ ટીમના કુલ ૫૨૦ પોલીસ અધિકારી કર્મચારીઓએ ભાગ

લીધેલ અને તેમાથી ૧૭ અધિકારી/કર્મચારીનાઓએ આ પડકાર ૧૦૦% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ અને આ ઉપરાંત, અન્ય ૬૪ અધિકારી કર્મચારીનાઓએ ૭૫ % ઉપરાંત દિવસો પ્રાણાયમ કરવામાં સફળ રહે.

આ વખતે યોગપ્રહરી-૩ તા.૦૬/૦૭૨૦૨૦ થી તા.૨કાળ૭૨૦૨૦ દિન-૨૧ માટે શરૂ કરવામાં આવેલ. જેમાં કૂલ ૭૨૧ પોલીસ અધિકારીકર્મચારીઓએ સ્વેચ્છાથી જોડાયેલ અને ૧૨૫ અધિકારી કર્મચારીઓએ ૧૦૦% સફળતાપૂર્વક પૂર્ણ કરેલ અને અન્ય ૨૦૭ અધિકારી કર્મચારીઓએ ૭૫ % ઉપરાંત દિવસોમાં પ્રાણાયામ કરવામાં સફળ રહેલ.

આમ પ્રોજેક્ટ યોગપ્રહરીની ઉત્તરોત્તર સફળતાને ધ્યાને રાખી તથા કોરોના સંક્રમણની ગંભીરતા સમજી તા.૦૧/૦૮/૨૦૨૦ થી તા.૩૧/૦૮/૨૦૨૦ દિન-૩૧ માટે પ્રોજેક્ટ યોગપ્રહરી ૪ ના નિયમોને થોડા કડક બનાવી દરરોજ ૧૫ મિનિટ પ્રાણાયામ કરવાનો લક્ષ્ય આપી શરૂ કરવામાં આવશે. જેમાં ખેડા જિલ્લા પોલીસના તમામ પોલીસ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સ્વેચ્છાથી જોડાઇ પ્રાણાયામ કરે તેવો લક્ષ્ય રાખવામાં આવેલ છે.

આ વિકટ પરિસ્થીતી અને ૨૪x૭ ની ફરજ સાથે ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારી કર્મચારીના તેની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે વિશેષ પ્રશંસાને પાત્ર છે. ખેડા જિલ્લા પોલીસ પોતાની તમામ શક્તિ અને ઉત્સાહથી ખેડા જિલ્લાના નાગરિકોની સેવા કરવા કટિબધ્ધ છે. ફીટ હૈ તો હીટ હૈ”

Leave a Reply

Your email address will not be published.