સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાણાનીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. જેમના પર મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ લાગતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં મંત્રી કુમાર કાણાંનીના પુત્ર પ્રકાશ કાણાંનીએ દુર્વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે.
વરાછામાં કરફ્યૂ દરમિયાન કારમાં નીકળેલા ચાર શખ્સોને રોકતા તેમની ભલામણ માટે આવેલા આરોગ્યમંત્રીના પુત્ર સાથે માથાકૂટ થતાં હેડક્વાર્ટરની મહિલા કોન્સ્ટેબલ તાડુકી ઉઠી હતી. મહિલા કોન્સ્ટેબલે તારા બાપની નોકર છું, તેમ કહી આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફરિયાદ કરતાં તેને પોઈન્ટ ઉપરથી હટી જવાનું કહેતો ઓડિયો વાઈરલ થયો હતો.
સુનિતા યાદવ નામની આ લેડી કોન્સ્ટેબલ વરાછા માનગઢ ચોક નજીક ગતરાત્રે પોઈન્ટ ઉપર હતી. રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા. જેમની સાથે આ કોન્સ્ટેબલની માથાકૂટ થઈ હતી. ચારેયના ફોનથી આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પુત્ર ત્યાં આવી ચઢ્યો હતો. બન્ને વચ્ચે બોલાચાલી દરમિયાન આરોગ્યમંત્રીના પુત્રએ 365 દિવસ કરાવીશ તેવો દમ માર્યાના આક્ષેપ વચ્ચે આ કોન્સ્ટેબલ તેનો ઉધડો લઈ નાંખ્યો હતો. તારા બાપની નોકર છું! તમારા ગુલામ છે અમે લોકો’ તેમ કહી શાન ઠેકાણે લાવી દીધી હતી.
પોલીસ સાથે ગેરવર્તન કરાયાના આક્ષેપ સાથે આ કોન્સ્ટેબલે વરાછા પોલીસ ઈન્સ્પેક્ટરને ફોન કરી ફરિયાદ કરતાં આ કોન્સ્ટેબલને જ પોઈન્ટ ઉપરથી હઠી જવાની સૂચના આપતો ઓડિયો વાઈરલ થયો હતો. જો કે આ વાઈરલ ઓડિયો અને ઘટનાને હકીકત જાણવા વરાછા પોલીસ ઈન્સ્પેક્ટર બી.એન.સગરનો સંપર્ક કરતાં થઈ શક્યો ન હતો