Home Mumbai ગણપતિ ઉત્સવ પર કોરોના ઈફેક્ટ, લાલબાગ મંડળ નહીં કરે મૂર્તિ વિસર્જન

ગણપતિ ઉત્સવ પર કોરોના ઈફેક્ટ, લાલબાગ મંડળ નહીં કરે મૂર્તિ વિસર્જન

49
0

મુંબઈ, તા. 01 જુલાઈ 2020 બુધવાર
કોરોના વાઈરસ મહામારીની અસર આ વર્ષે ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી મશહૂર ગણપતિ મંડળોમાં લાલબાગ આ વખતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવશે નહીં. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાઈરસના જોખમના કારણે આ નિર્ણય કર્યો છે.
જોકે, સમગ્ર દેશમાં મુંબઈ સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેર છે. આને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યા હતા કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવવામાં આવે, કેમ કે આમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ સુધી જ રાખવામાં આવશે.
સરકારના આ નિર્ણય બાદ બાકી ગણપતિ મંડળોએ બે મૂર્તિઓ બનાવવાનો નિર્ણય કર્યો છે. એક મોટી મૂર્તિ બનાવવામાં આવશે અને એક નાની. પૂજા માત્ર નાની મૂર્તિની જ કરવામાં આવશે પરંતુ લાલબાગ રાજા મંડળની એક જ મૂર્તિ છે. અહીં નાની મૂર્તિ નથી. તેથી પૂજા પણ મોટી મૂર્તિની જ કરવામાં આવશે.
લાલબાગ મંડળના અધિકારીઓએ કહ્યુ છે કે ગણપતિની લંબાઈ ઓછી કરી શકાય નહીં. એટલુ જ નહીં, જો નાની મૂર્તિ પણ લાવવામાં આવે છે તો તેના માટે પણ મોટી સંખ્યામાં લોકો જમા થશે, એવામાં લોકોની સુરક્ષાનુ ધ્યાન રાખતા આ વર્ષે ના કોઈ મૂર્તિ હશે, ના કોઈ મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.
આરોગ્ય ઉત્સવ મનાવવામાં આવશે
લાલબાગ ગણપતિ મંડળે લોકોની સુરક્ષાનુ ધ્યાન રાખતા ના માત્ર મૂર્તિ વિસર્જન રોક્યુ છે પરંતુ બીજી તરફ એ પણ નિર્ણય કર્યો છે કે આ દરમિયાન કોરોના પ્રભાવિત લોકો માટે કામ કરવામાં આવશે. લાલબાગ મંડળ આ વિશે ગણપતિ ઉત્સવને આરોગ્ય ઉત્સવ તરીકે મનાવશે. આ અનુસાર પ્લાઝમા થેરાપીને પ્રમુખતા આપવામાં આવશે. સાથે જ કોરોનાથી મોતના મુખમાં સમાયેલા પોલીસ કર્મીઓના પરિવારની મદદ કરવામાં આવશે.
ગણપતિ મંડળ કોરોના વાઈરસના સંકટકાળમાં પહેલા જ હેલ્થ કેમ્પેઈન ચલાવવામાં રહ્યુ છે. આ અનુસાર જનતા ક્લિનિક ચલાવવામાં આવી રહ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. મંડળ અધિકારીઓનુ કહેવુ છે લાલબાગ રાજા પોતાના લોકોને સ્વસ્થ જોવા માગે છે


Previous articleબોલીવૂડને પહેલા છ મહિનામાં રૂપિયા 1565 કરોડનો ફટકો
Next articleધંધા-રોજગાર વેગ પકડી રહ્યા છે, સરકારનુ GST કલેક્શન વધીને 90917 કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here