Home Kheda (Anand) ઠાસરાના માસરા ગામના માઈનોરમાં મોટું ગાબડું પડ્યું ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી...

ઠાસરાના માસરા ગામના માઈનોરમાં મોટું ગાબડું પડ્યું ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં

66
0

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં આવેલ શેઢી શાખાની માઈનોર પાંખિયામાં મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાને કારણે લોકોના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ડાંગરને મોટું થયું છે માસરા ગામના સરપંચ ના કહેવા અનુસાર આ પાંખિયામાં દરવર્ષે ગાબડું પડી જાય છે.


 
આ બાબતની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યારે 15 દિવસ પહેલા આરસીસી કરવાને બદલે ખાલી માટી પૂરણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાના કારણે પાંખિયામાં પાણી ઓવરફ્લો થતા લગભગ 15 ફુટ જેટલું ગાબડું પડ્યું હતું ગાબડું પડવાના કારણે ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું જેને કારણે ડાંગરને નુકશાન થવા પામ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાંખિયામાં પડેલા ગાબડાને આરસીસી કરી ગાબડું પુરવામાં આવે અને ખેડૂતોના પાકમાં થયેલ નુકશાન અંગે ન્યાય આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

 
એક તરફ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગણીશીલ વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ રીતે તંત્રની બેદરકારીથી પાકને નુકસાન થતા ગરીબ ખેડૂતો ના નુકસાન નો જવાબદાર કોણ?


Previous articleબેક્ટેરિયાને 90 દિવસ દૂર રાખતું નાનોવા હાઈજીન નામનું લિક્વિડ લોન્ચ, વિદ્યાનગરના ઉદ્યોગપતિએ વૈજ્ઞાનિકોની મદદથી બનાવડાવ્યું.
Next articleઠાસરાના ધારાસભ્ય કાંતિશાહ ભાઈ પરમાર દ્વારા નેસ ગામ મા LED લાઈટ ટાવર નું લોકાર્પણ કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here