નડિયાદ-જિલ્લામા વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહયા છે. વહિવટી તંત્ર દ્રારા લોકજાગૃતિના સતત પ્રયાસોની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. રાજય સરકારની ગાઇડ લાઇનને અનુલક્ષીને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લામાં આવેલા મોટા મંદિરોના ટ્રસ્ટ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકના અંતે જયાં દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનાર્થે આવે છે તેવા નડિયાદના શ્રી સંતરામ મંદિર, વડતાલનું શ્રી સ્વામીનારાયણ મંદિર, ફાગવેલનું શ્રી ભાથીજી મહારાજનું મંદિર, મહેમદાવાદનું શ્રી સિધ્ધિ વિનાયક મંદિર (ગણેશ મંદિર), ડાકોરનું શ્રી રાજા રણછોડરાયજીનું મંદિર અને શ્રી ગળતેશ્ર્વર મંદિર આગામી તા.૩૦ એપ્રિલ સુધી દર્શનાથીઓને દર્શન માટે બંધ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ તથા મંદિરોના ટ્રસ્ટીઓ દ્વારા જાહેર જનતાને પણ આ માટે અપીલ કરી છે.