Home South-Gujarat અંકલેશ્વર ઉધોગ મંડળ દ્વારા સ્વ. અહમદભાઈ પટેલ ના માનમાં કરેલ જાહેરાત ને...

અંકલેશ્વર ઉધોગ મંડળ દ્વારા સ્વ. અહમદભાઈ પટેલ ના માનમાં કરેલ જાહેરાત ને યથાર્થ કરવા રજૂઆત

8
0

સ્વર્ગીય અહમદભાઈ પટેલ ના સ્મરણ અર્થે ઉદ્યોગ મંડળ અંકલેશ્વર દ્વારા સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાત ને પૂર્ણ કરવા સ્થાનિક સામાજીક સંસ્થા દ્વરા ઉદ્યોગ મંડળ ને રજૂઆત કરાઈ
ભરૂચ જીલ્લાના પનોતા પુત્ર અને રાજ્ય સભાના પુવઁ સાંસદ સ્વ. અહમદભાઈ પટેલ નું નિધન થતાં ભરૂચ જીલ્લા સહિત દેશભરમાં શોક વ્યાપી ગયો હતો અને આજે પણ તેમને ભુલી શક્યા નથી ત્યારે ભરૂચ જીલ્લા માં ઉધોગો નો પાયો નાખનાર સ્વ. અહમદભાઈ પટેલ ના માનમાં સ્મરણાંથેૅ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા સ્ટેચ્યુ બનાવવા તથા જીઆઇડીસી ના મુખ્ય માગઁ નું નામ આપવા ની જાહેરાત કરવામાં આવી હતી જે બાબતે સ્થાનિક સામાજીક સંસ્થા દ્વારા એઆઇએ ના અધ્યક્ષ ને પત્ર પાઠવી એઆઇએ દ્વારા કરાયેલી જાહેરાત ને યથાર્થ કરવા રજુઆત કરવામાં આવી છે
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા એઆઇએ ના અધ્યક્ષ ને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે તા. ૨૫/૧૧/૨૦૨૦ ના રોજ લોક-લાડીલા અહમદભાઈ પટેલ નું દુઃખદ નિધન થયું હતું જે દેશ અને આ વિસ્તાર ના લોકો માટે આઘાત જનક સમાચાર હતા અને આજે પણ એક મોટી ખોટ સાલી રહી છે પ્રજા ની સાથે સાથે ઉદ્યોગો સાથે સંકળાયેલ દરેક વર્ગ માટે આ આઘાતજનક સમાચાર હતા અહમદભાઈ પટેલ હમેશાં રાજકીય દ્રષ્ટીએ નહી પરંતુ પ્રજા હીત માં નિર્ણયો અને કાર્યો કરતા હતા જેના અનેક ઉદાહરણો છે. આ વિસ્તાર ને ઓદ્યોગિક વિસ્તાર તરીકે નો પાયો નાખનાર અને તેને વિકસાવવા માં અહમદ ભાઈ પટેલ ના યોગદાન ને પ્રજા એ યાદ કર્યા હતા જેમાં ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પણ ઘણી દુઃખદ લાગણી વ્યક્ત કરાઈ હતી જેમાં અંકલેશ્વર ઉધોગ મંડળ ના પ્રમુખ શ્રી દ્વારા જાહેરાત કરવામાં હતી કે (૧) શ્રી અહમદભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવી જીઆઇડીસી ઓફીસ કે જીઆઇડીસી વિસ્તાર માં યોગ્ય જગ્યાએ લગાવવા માં આવશે (૨) નોટિફાઇડ હદ વિસ્તાર ના મુખ્ય માર્ગ ને “અહમદભાઈ પટેલ માર્ગ” તરીકે નામના આપવામાં આવશે જો કે કોરોના કાળ ની વ્યસ્તતાઓ, ઉદ્યોગ મંડળ ની ચુંટણીઓ અને અન્ય કારણે આ જાહેરાત ને ૬ મહિના થી વધુ સમય પસાર થયો છે પરંતુ આ જાહેરાત નો અમલ ન થવાથી પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમભાઇ પટેલ દ્વારા આ કાર્ય ને યથાર્થ કરવા પ્રમુખ શ્રી ઉદ્યોગ મંડળ-અંકલેશ્વર ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે અહમદ ભાઈ પટેલ હમેશાં રાજકીય દ્રષ્ટીએ નહી પરંતુ પ્રજા હીત માં નિર્ણયો અને કાર્યો કરતા હતા જેના અનેક ઉદાહરણો છે આ વિસ્તાર ને ઓદ્યોગિક વિસ્તાર તરીકે નો પાયો નાંખનાર અને તેને વિકસાવવા માં અહમદ ભાઈ પટેલ ના યોગદાન બાબતે અહીંયા ના ઉદ્યોગકારો પણ વાકેફ છે અને તેથી જ તેમના સ્મરણાર્થે જે બે જાહેરાતો કરી હતી તેને અમે બિરદાવીએ છીએ જો કે તે જાહેરાતો ને કોરોના કાળ ની વ્યસ્તતાઓ, ઉદ્યોગ મંડળ ની ચુંટણીઓ અને અન્ય કારણે આ જાહેરાત ને ૬ મહિના થી વધુ સમય પસાર થયા બાદ પણ કામગીરી શરૂ કરાઈ નથી તેથી એ બાબતે ઉદ્યોગ મંડળ ના પ્રમુખ અને ઉદ્યોગ અગ્રણી ને પત્ર લખી ઉદ્યોગ મંડળ ની જાહેરાત ની વિશ્વસનીયતા જળવાઈ રહે એ હેતુ થી હિતેચ્છુ તરીકે યાદ અપાવવા પત્ર લખી જાણ કરી છે અને અમને ઉદ્યોગ અગ્રણીઓ થી આશા છે કે આ કાર્યો વહેલી તકે પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleઅંકલેશ્વર માં ૧૮ મી ભગવાન જગન્નાથ ની રથ યાત્રા મંદિર પરિસર માં ફરી
Next articleભરૂચ ની નંદેલાવ ખાતે આવેલ આશ્રય સોસાયટી માંથી કોરોનાની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં રથયાત્રા નીકળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here