Home Crime પહાડ ગામની હત્યાના આરોપીઓ ને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી. નર્મદા તથા...

પહાડ ગામની હત્યાના આરોપીઓ ને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી. નર્મદા તથા તિલકવાડા પોલીસ

18
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી નાઓ તથા એલ.સી. બી. ટીમ તથા એમ.બી. વસાવા , પો.સ.ઇ. તિલકવાડા, સી.એમ.ગામીત , પો.સ.ઇ. તિલકવાડા તથા તિલકવાડા પોલીસ ટીમેં તિલકવાડા હત્યાના ગુનાના કામે પહાડ ગામના પુલ પાસે શનાભાઇ નાનાભાઇ બારીયા રહે. માંગુ તા.તિલકવાડા ને અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાના ઇરાદે એક્ટીવા મોટર સાયકલ સાથે હાઇ – વે રોડ ઉપર નાખી દીધેલ જે ગુનો તા .૦૯ / ૦૭ / ૨૦૨૧ નાં રોજ દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ દરમ્યાન પોલીસ ટીમો એ ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમી આધારે એલ.સી.બી. ટીમને માહીતી મળેલ કે ( ૧ ) અલ્તાફખાન ઝાકીરહુસેન ઘોરી ( ૨ ) સદામહુસેન ઝાકીરહુસેન ધોરી ( ૩) અશરફખાન રસુલખાન ઘોરી ( ૪ ) એક કિશોર તમામ રહે.ચુડેશ્વર તા.તિલકવાડા એ હત્યા કરેલ હોવાની બાતમીના આધારે ચારેય આરોપીની પુછપરછ કરી તેઓએ અગાઉ ઝગડાની અદાવત રાખીને આ ખુન કરેલ હોવાની કબુલાત કરતા આરોપીઓએ ગુનો કરવા વાપરવામાં આવેલ હથિયાર તથા મરનાર શનાભાઇ ની સંતાડી દીધેલ સોનાની ચેઇન,મોબાઇલ ફોન તથા ડાયરી રીકવર કરી ગણત્રીના કલાકોમાં હત્યાનો ગુનો ડિટેકટ કરી તમામ આરોપીઓને તિલકવાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Previous articleનર્મદા જિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયત અપાવવા 3 વર્ષથી આંદોલન કરતા આમુ સંગઠને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
Next articleજંબુસર પો.સ્ટે.ના પ્રોહીબીશન ના ગણનાપાત્ર ગુનામાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here