Home Astrology જાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

જાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

4
0

ગૌરીવ્રત : આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે.
ગૌરીવ્રત અને ગુરુપૂર્ણિમા ના દિવસે વડદલા ગામ સાઈ આશિષ સોસાયટી માં હર્ષાબેન ગોસાઈ તરફથી નાની બાળા ઓને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું અને નાની બાળા ઓ ખૂબ ખુશ થઈ હતી.


અષાઢ મહિનો એટલે તો વ્રત (VRAT), તપ અને જપનો મહિનો. અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ગૌરીવ્રત(Gauri Vrat)નો પ્રારંભ થાય છે. જ્યારે, અષાઢ સુદ તેરસથી થાય છે જયા પાર્વતી (Jaya Parvati) વ્રતની શરૂઆત. ગૌરીવ્રત કુમારિકાઓ, જ્યારે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવંતી નારીઓ બંન્ને કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે.
તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. ત્યારે આવો આજે જાણીએ આ વ્રતોનો મહિમા શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રત કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે. પહેલાં સળંગ પાંચ વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ પાંચ વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે. આમ તો આજે ગૌરી વ્રતમાં જ જવારા પૂજન કરવામાં આવે છે. પરંતુ, મૂળે તો, બંન્ને વ્રતમાં જવારા પૂજનની પરંપરા છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઉંમરપાડાના ઉંચવાણ ગામે વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો
Next articleમાંગરોળ ના રતોલા ગામે કાર ના ટાયર માં પંચર પડતાં કાર ચાર પલ્ટી મારી ગઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here