Home Kheda (Anand) સંદેશરની કોરોનાથી નિરાધાર બનેલી બાળા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને મોકળા મને” સંવાદ...

સંદેશરની કોરોનાથી નિરાધાર બનેલી બાળા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને મોકળા મને” સંવાદ કાર્યક્રમમાં રૂબરૂ જોડાઇ

12
0

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે “મુખ્યમંત્રી સાથે મોકળા મને” સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. તેમણે નિરાધાર બાળકો પ્રત્યે પિતૃવત્સલ સંવેદના પ્રગટ કરીને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવા અનાથ-નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી દર મહિને રૂ. ૪૦૦૦ની સહાય આપવામાં આવે છે તેની વયમર્યાદા વધારીને ર૧ વર્ષ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
બાળ સેવા યોજના અંતર્ગત આણંદ જિલ્લાના કોરોના થી નિરાધાર બનેલ ૩૯ બાળકો પૈકી સંદેસર ગામ ની બાળા મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને મોકળા મને” સંવાદકાર્યક્રમમાં શ્રી વિજય રૂપાણી ને રૂબરૂ મળી હતી.


આણંદ જિલ્લાના સંદેશર ગામની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષ ની બાળાએ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો. તેની માતા વર્ષ ર૦૧રમાં મરણ પામી હતી અને તેના પિતા કાંતિલાલ પરમાર વર્ષ ૨૦૨૦માં કોરોનાની બિમારીમાં મૃત્યુ પામતા તેની સાથે નાની બહેન પણ નિરાધાર બની હતી. માતા પિતા વગરની આ બંને બહેનોનું પાલન પોષણ કરવાની જવાબદારી તેમના કાકા જયંતિભાઈ અંબાલાલ પરમારે ઉપાડી લીધી હતી. અને મુખ્યમંત્રી બાલસેવા યોજના અંતર્ગત બંને બહેનોના ખાતામાં દર માસે રૂપિયા ચાર-ચાર હજાર જમા થાય છે. કોરોનામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના બંગલા પર “મનની મોકળાશ’ કાર્યક્રમ અંતર્ગત સંવાદ‌ કરવાનો કાર્યક્રમ આજે યોજાઇ ગયો જેમાં શૈક્ષણિક સ્કુલ બેગ અને ફોટો ફ્રેમ આપી તેઓને પ્રેમથી જમાડયા હતા સંદેશરની બે બહેનો મુખ્યમંત્રીના નિવાસસ્થાને લઈ જવા માટે લાયઝન ઓફિસર તરીકે જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી શ્રી પાર્થ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા


Previous articleજાગૃત મહિલા સંગઠન આણંદ દ્વારા સ્વ. નિશિથભાઈ મગનભાઈ ભાણવડિયા ( જેતપુર ) ના સ્મરણાર્થે કપડાં નું વિતરણ
Next articleએન.એસ.પટેલ આર્ટ્સ કોલેજમાં ઇંકયુબેશન કેન્દ્રનો મંત્રીશ્રીના હસ્તે પ્રારંભ:નવ પ્રવર્તકોનું બહુમાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here