Home Kheda (Anand) મારા પશુ ને કડી એજ મારી સાચી મુડી

મારા પશુ ને કડી એજ મારી સાચી મુડી

16
0

રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ NADCP , અંતર્ગત તમામ પશુ ઓ ને કાન માં કડી( Ear tag ) લગાવી , પશુ માલીક ના આધારકારડ અને મોબાઇલ નંબર સાથે પશુ નો કડી નંબર લીંક કરી , પશુ ઓ ની તંદુરસ્તી , સારવાર અને રસીકરણ સંબંધિત , તમામ વિગતો તે કડી નંબર પર NDDB ના ઓન લાઇન પોરટલ નોંધવા ની કામગીરી કરવાની છે .
આ નોંધણી થયા પછી દરેક પશુ પાલક પોતાના પશુ ની માલિકી અને તંદુરસ્તી અને ઉત્પાદન સબંધીત તમમામ વિગતો જેવી કે રસીકરણ , સારવાર, કુત્રીમ બીજદાન , રોગ નિદાન , પશુ નું નોંધાયેલ ઉત્પાદન , પશુ વિયાણ , બચ્ચા ઉછેરે વિગેરે વિવિધ માહિતી “ઇ ગોપાલા “ એપ થકી પોતાના મોબાઇલ માં મેળવી શકે છે .
આ રાષ્ટ્રીય કાર્યક્રમ ની અમલ વારી ના ભાગ રુપે , પ્રમુખ શ્રી જિલ્લા પંતાયત આણંદ શ્રીમતી હંસાબેન આર પરમાર તથા મહિલા અને બાળ વિકાસ સમિતિ ના અધ્યક્ષ શ્રી રીટાબેન અશોકભાઇ પટેલ દ્વારા માોજે રાસ , તાલુકો બોરસદ મુકામે માલધારી સમાજ ના રાસ ગામ ના વડીલો સાથે બેઠક કરી , તેઓ ને આ કામગીરીની અમલવારી કરવા થી થતા ફાયદા સમજાવી , પશુ ને કડી લગાવવા માટે સમજુત કર્યા હતા .
ઉક્ત બેઠક મા સરપંચ શ્રી રાસ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર ગામ ના માલધારી સમાજ ને આ કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આણંદ જિલ્લા ની ટેગીંગ કામગીરી ની મહત્વ ની વિગતો .
(૧) પશુ પાલન વિભાગ દ્વારા તથા જે તે જિલ્લા દુધ સહકારી સંઘ અને પશુ પાલન ક્ષેત્રે અગરણી સંસ્થા ની મદદથી રાજ્ય માં રોજના
૫૦૦૦૦ હજાર થી વધુ પશુ ઓ નો કાને કડી લગાવી તેની તે કડી નંબર ને જે તે પશુ માલીક ના આધારકારડ અને મોબાઇલ
નંબર સાથે લીંક કરી જે કે પશુ ની નોંધણી અને તેની રસીકરણ , સારવાર , તંદુરસ્તી સંબંધિત વિગતો ની માહિતી NDDB
ના ઇનાફ પોરટલ પર નોંધણી કરવા મા આવી રહી છે.
(૨) આણંદ જિલ્લા માં હાલ ૭,૩૪,૦૦૦ ના પશુ ધન સામે , ૬,૫૭,૧૩૨ જેટલા પશુ ની નોંધણી થઇ ગઇ છે . એટલે કે આણંદ
જિલ્લા માં ૯૦ % જેટલા પશુ ની નોંધણી ની કામગીરી પુરણ થયેલ છે.
(૩) હાલ જે ૧૦ % એટલે કે આશરે ૮૦૦૦૦ જેટલા પશુ ની નોંધણી બાકી છે તેમાં મોટાભાગે માલધારી સમાજ અને શહેરી વિસ્તાર ના
પશુ પાલકો ના પશુ ની નોંધણી નો મોટો હિસ્સો બાકી છે.
(૩) તા ૩૧/૭/૨૦૨૧ સુધી માં તમમાં પશુ પાલકો ને તેમના પશુ ને કાને કડી લગાવી તેની નોંધણી કરાવી દેવા નમ્ર અપીલ છે.રાજ્ય ના
બે કરોડ મોટા પશુ ( ગાય ભેંસ ) પૈકી ૧.૭૬ કરોડ પશુ ઓ ( * રાજ્ય ના કુલ ગાય ભેંસ ની સંખ્યા ના ૮૮%* ) ને કાને
કડી લગાવી તેને NDDB ના ઇનાફ પોરટલ માં માલિક ની વિગતો સાથે નોંધણી કરવાની કામગીરી પુરણ થયેલ છે . અને બાકી
રહેતી કામગીરી તા ૩૧/૭/૨૧ સુધી માં પુરણ કરવાની કામગીરી ખુબ જ ઝડપી થઇ રહેલ છે.


Previous articleબોરસદ તાલુકાના દહેમીમાં શિક્ષણ મંત્રીશ્રીએ ભાર્ગવા પંચકર્મ આર્યુવેદ થેરાપી રિસોર્ટ પ્રારંભ કરાવ્યો
Next articleડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાયો સરેરાશ ૩૬.૩૩ મી.મી. વરસાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here