Home Gujarat લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્વારા ત્રિદિવસીય વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો

લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્વારા ત્રિદિવસીય વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો

11
0

ગ્રીન ગુજરાત ગ્રીન કચ્છ ના સુત્ર ને સાર્થક કરવા લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્વારા વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો
લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરોઇજન દ્વારા ત્રિદિવસીય વૃક્ષારોપણ મહોત્સવ ઉજવાયો.

સ્થાનીય લાયન્સ ક્લબ ન્યૂ હોરોઇજન દ્વારા ગાંધીધામ શહેર ના વિવિધ સ્થળે પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. પેલો કેમ્પ એકેડેમિક હાઇટ્સ સ્કૂલ માં, બીજા દિવસે સરદાર વલ્લભભાઈ પાર્ક, મૈત્રી સ્કુલ આદિપુર બચપન સ્કુલ આદિપુર માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ બન્ને દિવસ ના આયોજન માં શાળા ના ઓનર મનોજ મુલચંદાની નો મહત્વ નો ફાળો હતો અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ની રુહે લાયન મીનલ ભાનુશાલી નો કાર્ય ઉલ્લેખનીય હતુ. ત્રીજા દિવસે આત્મીય વિદ્યાપીઠ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યો. જેમાં વિદ્યાપીઠ ના હેમંત કચ્છડીયા અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર એડવોકેટ રીટા બેન શાહ નો વિશેષ સહયોગ રહ્યો. વિદ્યાપીઠ ના દરેક અધ્યાપક એ વૃક્ષારોપણ કરી વાવેલા વૃક્ષો ના લાલન પાલન ઉછેર ની જવાબદારી આવતા ત્રણ વર્ષ માટે લીધી.






આ ત્રણે દિવસ ના વૃક્ષારોપણ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને થી વ્યક્તત્વ આપતા લાયન નેહા વોરા એ કહ્યું કે અત્યાર સુધી તેઓ એ જેટલા વૃક્ષો વાવ્યા છે તેમાં વૃક્ષો નો લાલન પાલન આવતા ત્રણ વર્ષ સુધી કરી શકાય તેનો વિશેષ ખ્યાલ રાખ્યો હતો. આ ત્રિદિવસીય વૃક્ષારોપણ કાર્યક્રમ ના પ્રોજેકટ ચેયરપર્સન હતા લાયન સ્મિતા સિંગ અને આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં પ્રમુખ નેહા વોરા કોષઅધ્યક્ષ સુબ્રતો બિશ્વાસ, મીનલ ભાનુશાલી, એડવોકેટ રીટા શાહ, સ્મિતા સિંગ નો મહત્વ નો ફાળો હતો.
એમ.જી.દવે. ગાંધીધામ

Previous articleનર્મદા પોલીસ નિર્ભયા ટીમે કોરોનામાં અનાથ થયેલા કુંવરપુરા ગામના બાળકોને સરકારી સહાય માટે મદદ કરી
Next articleનર્મદા જિલ્લાના ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયત અપાવવા 3 વર્ષથી આંદોલન કરતા આમુ સંગઠને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here