India

એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ તેજસ્વી યાદવને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી ખત્મ થયા બાદ પરિણામોની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને જે પ્રકારના એગ્ઝિટ પોલ (Exit Poll) સામે આવ્યા છે ત્યારબાદ રાજકીય પારો ચડેલો છે. તો મતગણતરીથી એક દિવસ પહેલા આરજેડી નેતા અને મહાગઠબંધન તરફથી સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ નો આજે જન્મદિવસ છે. તે 31 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેમને સતત અભિનંદન મળી રહ્યા છે.

ચિરાગે તેજસ્વીને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા

એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ તેજસ્વી યાદવને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. ત્યારબાદ રાજકીય જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચિરાગ પાસવાને તેજસ્વીને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, ‘જન્મદિવસની પુષ્કળ શુભકામનાઓ. ઈશ્વરથી પ્રાર્થના છે કે તમે દીર્ઘાયુ થાઓ અને તમારા જીવનને સફળ બનાવવામાં સફળ રહો. આજે તમારો જન્મદિવસ છે, ભગવાનના દર્શન અને આશીર્વાદથી તમારો દિવસ શુભ રહે.’

પાસવાને તેજસ્વીને પ્રત્યક્ષ રીતે નિશાને નથી લીધા

એલજેપી અધ્યક્ષે જે રીતે પોતાના ટ્વીટમાં તેજસ્વીને શુભકામના આપી છે, રાજકીય જાણકારો આના અનેક મતલબ નીકાળી રહ્યા છે. આમ પણ એ જોવા મળ્યું છે કે બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાને તેજસ્વીને પ્રત્યક્ષ રીતે નિશાને નથી લીધા. એલજેપીના અધ્યક્ષના નિશાન પર નીતિશ કુમાર જ રહ્યા. તો બિહાર ચૂંટણી બાદ આવેલા એગ્ઝિટ પોલમાં જે રીતે જેડીયૂને નુકસાનની વાત સામે આવી રહી છે, તેમાં એલજેપીનું મોટું યોગદાન માનવામાં આવી રહ્યું છે.

10 નવેમ્બરના પરિણામો બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે

બિહારની જનતાનો નિર્ણય શું રહેશે તે તો 10 નવેમ્બરના પરિણામો બાદ સ્પષ્ટ થઈ જશે, પરંતુ પરિણામોથી પહેલા એનડીએ જૂથમાં મૌનથી અટકળોનું બજાર જરૂર ગરમ છે. બીજી તરફ મહાગઠબંધનમાં પણ સામેલ પાર્ટીઓના નેતા પણ રાજકીય સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કૉંગ્રેસ હાઇકમાન્ડે એગ્ઝિટ પોલના પરિણામોના તરત બાદ સક્રિયતા દેખાડતા પાર્ટીના 2 દિગ્ગજોને પટના મોકલી દીધા. સોનિયા ગાંધીએ કૉંગ્રેસ મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને અવિનાશ પાંડેને બિહારના સુપરવાઇઝર બનાવ્યા છે. તો આરજેડીએ પણ પાર્ટી કાર્યકર્તાઓને નિયંત્રણમાં રહેવા માટે ખાસ ગાઇડલાઇન્સ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published.