GUJARAT

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા….

વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા. મધુ શ્રીવાસ્તવ હંમેશાં પોતાના નિવેદનોના કારણે મીડિયામાં છવાયેલા રહે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે હું બાહુબલી છું અને રહીશ. કોરોના જેવું કશું નથી, બધાએ લડવાનું છે. આ વીડિયો બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ફરીથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફાંકા ફોજદારી કરી છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. સરકારના આવા નિયમનો હું વિરોધી છું. ધર્મની બાબતમાં કોઈની દખલગીરી હું નહીં ચલાવી લઉં. આ નિવેદન બાદ મધુ શ્રીવાસ્તવની ભારે ચર્ચા થઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, તેમના પાર્ટીના જ ધારાસભ્યએ કોરોના મહામારીમાં બનાવેલા નિયમોની આડે આવી રહ્યા છે, ત્યારે સરકાર તેમના પર શું એક્શન લે છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોરોના મહામારીમાં ફરી એકવાર ફાંકા ફોજદારી કરીને એક નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મંદિરમાં માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી. સરકારના આવા નિયમોનો હું સખત વિરોધી છું અને વિરોધ કરીશ. ધર્મની બાબતમાં હું કોઈની દખલગીરી નહીં ચલાવી લઉં. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા મંદિરમાં કોરોના ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો, અને હવે આ ફાંકા ફોજદારી જેવું નિવેદન કેટલું યોગ્ય છે.

નોંધનીય છે કે, વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. મંદિરમાં ભજનમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. માસ્ક વગર મંદિરમાં ડાન્સનો વીડિયો આવ્યો સામે આવ્યો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. બાહુબલી મધુ શ્રીવાસ્તવનો કોરોના ડાન્સની ખુબ જ ચર્ચા થઈ હતી. હાલમાં જ મધુ શ્રીવાસ્તવ કોરોના મુક્ત થયાં છે. કોરોના સંક્રમિત વખતે પણ તેઓએ કોરોનાનો મઝાક. ઉડાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવનો થોડા દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વીડિયોમાં મધુ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે હું સ્વચ્છ છું, બાહુબલી છું અને બાહુબલી રહીશ. મધુ શ્રીવાસ્તવ વીડિયોમાં રીતસર બાહુબળ બતાવતા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેઓ વીડિયોમાં એવું પણ બોલી રહ્યા છે કે, કોરોના જેવું કશું છે જ નહીં, આપણે સૌએ લડવાનું જ રહ્યું તો જ કોરોનાનો ભ્રમ ભાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તાજેતરમાં તેમનાં પીએનું પણ કોરોનાને લીધે મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published.