Home India મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ કહ્યું કે તેમણે નક્કી...

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ અત્યરે કોરોના વેક્સીન લેશે નહીં.

18
0

દેશ (India)માં ટૂંક સમયમાં જ કોરોના વેક્સીનેશન નું કામ શરૂ થવાનું છે તેની પહેલાં નિવેદનો આવવાનું શરૂ થઇ ગયું છે. મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ સોમવારના રોજ કહ્યું કે તેમણે નક્કી કર્યું છે કે તેઓ અત્યરે કોરોના વેક્સીન લેશે નહીં. શિવરાજ સિંહે કહ્યું કે પહેલાં જે ગ્રૂપોને નક્કી કરાયું છે તેમને વેક્સીન અપાશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા કે કોરોનાની રસીને લઇ તૈયારીઓ ચાલી રહી છે. મેં નક્કી કર્યું છે કે રસી અત્યારે લઇશ નહીં, પહેલાં બાકી લોકોને અને પછી મારો નંબર આવે. જેમને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમને આપવામાં આવે અને બાદમા મારો નંબર આવે.
આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારા દ્વારા કોરોના રસીને લઇ કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરાઇ છે. તેના અનુસાર કોરોના વેક્સીનને શરૂઆતમાં હેલ્થ વર્કર, પછી ફ્રંટલાઇનર વર્કર, 50થી વધુ ઉંમરવાળા લોકો અને ગંભીર બીમારીવાળા લોકોને અપાશે. કેન્દ્ર સરકાર પ્રાથમિકતા પ્રમાણે શરૂઆતમાં 30 કરોડ લોકોને રસી મૂકાવાની વાત કહેવામાં આવી રહી છે.
દેશમાં અત્યારે બે કોરોના રસીને મંજૂરી અપાઇ ચૂકી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન સામેલ છે. હવે ટૂંક સમયમાં જ દેશવ્યાપી વેક્સીનેશનનો પ્રોગ્રામ પણ શરૂ થઇ જશે.
જો કે સતત વેક્સીન મૂકાવી કે ના મૂકાવી તેને લઇ નિવેદનો આવી રહ્યા છે. થોડાંક દિવસ પહેલાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ જાહેરાત કરી હતી કે તેઓ વેક્સીન મૂકાવશે નહીં. જો કે તેમણે કહ્યું હતું કે તેઓ ભાજપની વેક્સીન લગાવશે નહીં, તેમને તેના પર વિશ્વાસ નથી. જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તમામને રસી મફતમાં આપશે.


Previous articleઅમદાવાદ, બેંગ્લુરૂ, કોલકાતા સહિતની ટોપમોસ્ટ આઈઆઈએમમાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂં માટે કોલ લેટર આવે તેવી શક્યતા.
Next articleગુજરાત હાઈકોર્ટને જસ્ટિસ વિનીત કોઠારી તરીકે વધુ એક જસ્ટિસ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here