Home South-Gujarat માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે મહાવીરસિંહ પરમાર અને સામાજિક ન્યાય સમિતિના...

માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે મહાવીરસિંહ પરમાર અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે દિપ્તીબેન પરમાર ની વરણી થઈ

43
0

માંગરોલ, દેગડીયા –.માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ પદે વિધિવત રીતે મહાવીરસિંહ પરમાર અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે દિપ્તીબેન પરમારની વરણી કરવામાં આવી છે માંગરોળ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત સભાખંડમાં બેઠક યોજાઇ હતી તાલુકાની લુવારા બેઠક ઉપરથી ચૂંટાયેલા મહાવીર સિંહ પરમાર ની પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આજે વિધિવત રીતે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ દરખાસ્તો મૂકી કારોબારી અધ્યક્ષ પદે વરણી કરી હતી તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે હથોડા બેઠક પરથી ચૂંટાયેલા દિપ્તીબેન પરમાર ની વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં ચુંટાયેલા સભ્યશ્રીઓ તેમજ ઇન્ચાર્જ ટી.ડી.ઓ. છાસટીયા, અધિક મદ્દદનીશ ઈજનેર ભાવિક બલર, પાર્ટી સંગઠન મહામંત્રી મુકુંદભાઈ પટેલ, હાજર રહ્યા હતા.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleવાંકલ ગામ ના સરપંચ ના પિતા અને નિવૃત્ત કસ્ટમ અધિકારી પ્રતાપભાઈ વસાવાનું કોરોના થી અવસાન
Next articleપઠાર ગામેથી પોલીસે ૯૩,૧૦૦ રૂ.વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here