રાજકોટના ઇન્જેક્શન કૌભાંડમાં મુખ્ય આરોપીએ સિવિલ હોસ્પિટલમાંથી 5 ઇન્જેક્શન ચોરી કર્યાની કબૂલાત આપી છે. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્જેક્શન કૌભાંડમાં મહિલા સહિત 5 આરોપીને ઝડપી પાડીયા છે. મુખ્ય આરોપી હિંમત ચાવડા સિવિલ કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને ત્યાંથી દર્દીને જરૂર ન હોવા છતાં વધુ ઇન્જેક્શન લખી આપી ઇન્જેક્શન એકત્ર કરતો હતો. જોકે સાવલ એ છે સિવિલમાં કેટલા ઇન્જેક્શન આ રીતે ચોરી કર્યા એ પણ મોટો વિષય છે. કારણકે સિવિલ હોસ્પિટલ અનેક દર્દી સારવાર લેવા આવ્યા છે. મોટાભાગના દર્દીને આ ઇન્જેક્શન જરૂર પડી હોય ત્યારે સવાલ એ છે 5 જ ઇન્જેક્શન ચોરી કર્યા છે વધુ મોટો સવાલ છે.
જોકે બીજી બાજુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હિમંત 5 ઇન્જેક્શન ઉપરાંત કેટલા ઇન્જેક્શન ચોરી કર્યા છે તેને લઈ વધુ પૂછ પરછ હાથ ધરી છે.
જોકે હાલતો પોલીસ દ્વારા જગદીશ શેઠની પૂછપરછમાં દિલીપ અને રવિને આપેલ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપી અને રવીના મિત્રની શોધખોળ શરૂ કરી છે.
Home Gujarat રાજકોટના ઇન્જેક્શન કૌભાંડમાં મુખ્ય આરોપીએ સિવિલ હોસ્પિટલમાંથી 5 ઇન્જેક્શન ચોરી કર્યાની કબૂલાત...