Home Crime ઉંમરપાડાના ઉંચવાણ ગામે વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી...

ઉંમરપાડાના ઉંચવાણ ગામે વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો

2
0

માંગરોલ, દેગડીયા : ઉંમરપાડા તાલુકાના ઉંચવાણ ગામે મુંબઈ થી નીકળતા મીલન બજારના આંકો ઉપર પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
ઉંમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રોહી.જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા તે દરમિયાન ઉંચવાણ ગામે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી.
જેથી પોલીસે ઉંચવાણ ગામે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ત્યાં ઉભેલા ઇસમો નાસી છૂટયા હતા.જ્યારે સ્થળ ઉપર લખી રહેલા ઈસમને ઝડપી તેનું નામઠામ પૂછતાં પોતાનું નામ હેમરાજભાઈ નાનુભાઈ રાજપુરોહિત (ઊં.વ.૩૫) રહે.ખેડપુર ગામ,મહાદેવ મંદિરની પાછળ તા.માંડવીનો હોવાનું જણાવ્યું હતું ઈસમ ઉચવણ ગામે ખુલ્લી જગ્યામાં મુંબઈ થી નીકળતા મિલન બજાર ના આંકો પર ગ્રાહકો પાસે પૈસા લઈ હાર-જીતનો જુગાર રમાડતો હોવાનું કબૂલ્યું હતું.પોલીસે તેની અંગઝડતી કરતા રોકડ રકમ રૂ.૩૫૦ મળી આવ્યા હતાં.ઉપરાંત જુગાર રમવાનું સાહિત્ય કબ્જે લઈ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨(અ)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleમાંગરોલ TDO તરીકે પ્રોબેશન સમય માટે મુકાયેલા શિવાંગી શાહ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો
Next articleજાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here