Home Kheda (Anand) માનવ કલ્‍યાણ યોજનામાં બીપીએલ કુટુંબના લાભાર્થીને સ્‍વરોજગારી માટે ૨૭ પ્રકારની વ્‍યવસાય માટેની...

માનવ કલ્‍યાણ યોજનામાં બીપીએલ કુટુંબના લાભાર્થીને સ્‍વરોજગારી માટે ૨૭ પ્રકારની વ્‍યવસાય માટેની ટુલ કીટ આપવામાં આવશે

8
0

નડિયાદ-શુક્રવારઃ-ગુજરાત સરકારશ્રી દ્વારા માનવ કલ્‍યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં બીપીએલ કુટુંબના લાભાર્થીને સ્‍વરોજગારી માટે ૨૭ પ્રકારની વ્‍યવસાય માટેની ટુલ કીટ આપવાની જોગવાઇ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ માટે આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડા જિલ્‍લાના બીપીએલ રેશન કાર્ડ ધારક કુટુંબના ૦-૧૬ સ્‍કોર ધરાવતા લાભાર્થીઓને ગ્રામ્ય વિસ્‍તાર માટે જે તે તાલુકાના તાલુકા પંચાયત કચેરી દ્વારા તથા શહેરી વિસ્‍તારના લાભાર્થીઓને નગરપાલિકા દ્વારા જ અરજી ફોર્મ વિતરણ કરવામાં આવશે.
આ ભરેલા ફોર્મ નડિયાદની જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્રની કચેરી મારફતે જ સ્‍વીકારવામાં આવશે આ સિવાય ટપાલ મારફતે કે રૂબરૂમાં અન્‍ય કચેરીમાં અરજી ફોર્મ બાબતે સંપર્ક કરવાનો રહેશે નહિ.

Previous articleકોવિડ-૧૯ અંતર્ગત ખેડા જિલ્‍લાના કેમીસ્‍ટોનો સેમીનાર યોજાયો
Next articleઔધોગિક તાલીમ સંસ્થા ખાતે કોરોના ટેસ્ટ કેમ્પ, ૧૦૩ સેમ્પલ લેવામાં આવ્યા, તમામ નેગેટિવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here