Home South-Gujarat સાપુતારા નવાગામને અડીને કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલ સિંચાઈ વિભાગનાં તળાવમાં સંગ્રહ કરાયેલ...

સાપુતારા નવાગામને અડીને કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલ સિંચાઈ વિભાગનાં તળાવમાં સંગ્રહ કરાયેલ પાણીને છોડી દેવાતા અનેક તર્ક વિતર્ક

23
0

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા નવાગામને અડીને કરોડોનાં ખર્ચે બનાવવામાં આવેલ સિંચાઈ વિભાગનાં તળાવમાં સંગ્રહ કરાયેલ પાણીને છોડી દેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં વિકાસ કાજે રાજ્ય સરકાર વર્ષ દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીને પગલે વિકાસ અહી આજે પણ અવરોધાયેલો જોવા મળે છે.સાપુતારા નવાગામ ખાતે ડાંગ સિંચાઈ વિભાગ દ્વારા કરોડનાં ખર્ચે નિર્માણ કરવામાં આવેલ તળાવની યોજના ગુજરાત માટે બનાવી છે.જ્યારે આ યોજનાનો લાભ હાલમાં ગુજરાત રાજ્યની જગ્યાએ મહારાષ્ટ્ર રાજ્યનાં ગામડાને થઈ રહ્યો છે..
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા કરોડોનાં માતબર ખર્ચે નિર્માણ થયેલ નવા તળાવમાં સંગ્રહ થયેલ પાણી છોડી મુકતા હજારો ગેલન પાણી વહી મહારાષ્ટ્રનાં ધનવલ તળાવમાં વગર વરસાદે છલોછલ ભરાય ગયુ છે.ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનાં ઘસારાને ધ્યાને રાખી બનાવવામાં આવેલ તળાવમાં 100 ફૂટ પાણીનો ભરાવો થયો હતો. જ્યારે સર્પગંગા તળાવનું પાણી સુકાઈ જતા પીવાના પાણીની તીવ્ર અછત સર્જાવાની શકયતા હોવા છતાં સિંચાઈ વિભાગનાં અણઘડ વહીવટ અને યોગ્ય આયોજનનાં અભાવે સરકારી કરોડો રૂપિયાનાં આંધણ બાદ પણ સાપુતારાને બદલે મહારાષ્ટ્રમાં પાણી છોડી દેવાતા ઘરનો છોકરો ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવો ઘાટ સર્જાયો છે.હાલમાં કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા સાપુતારા ખાતે પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે,તેમજ વરસાદ ખેંચાતા પાણીની અછત સર્જાવાની તીવ્ર શકયતા રહી છે,
વિનીતભાઈ પટેલ:-કાર્યપાલક ઈજનેર ડાંગ જિલ્લા પંચાયત આહવા ડાંગ આ બાબતે ડાંગ જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર વિનીતભાઈ પટેલ જોડે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે ઉનાળાની ઋતુ દરમ્યાન સાપુતારા નવાગામનાં સંગ્રહ તળાવનો વાલ જામ થઈ જતો હોય જેથી ચોમાસાની ઋતુ દરમ્યાન આ વાલને ચેક કરવા માટે અમોએ આ પાણીને છોડી દીધુ છે.અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લા પંચાયતનાં સિંચાઈ વિભાગનાં અધિકારીઓ છેલ્લા ચાર વર્ષથી વાલ્વ ચેક કે લીકેજનું ગાણુ ગાઈ રહ્યા છે.જેથી તંત્ર દ્વારા મુલાકાત લઈ આ સમસ્યાને હલ કરવામાં આવે તે જરૂરી બની ગયુ છે..
તેમ છતાં સિંચાઈ વિભાગે સાપુતારા નવાગામનાં તળાવમાં સંગ્રહ થયેલ પાણી છોડી મુકતા બુદ્ધિનું વરવુ પ્રદર્શન કર્યું છે.સાપુતારા નવાગામ ખાતે બનાવવામાં આવેલ આ તળાવમાંથી સર્પગંગા તળાવમાં લિફ્ટ એરિગેશન દ્વારા પાણી લાવવાની યોજના પણ બની છે. તેવા સંજોગોમાં કારોડો રૂપિયાના ખર્ચે બનેલ તળાવનું પાણી મહારાષ્ટ્રમાં છોડી દઈ સિંચાઈ વિભાગ શુ સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી.તેવામાં નવા તળાવના નિર્માણમાં થયેલ ગેરરીતિ કે પાણી વિતરણમાં આચારતી ગોબચારી બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો ડાંગ સિંચાઈ વિભાગનું મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી..
શેખર ખેરનાર ડાંગ


Previous articleનડીયાદ:તલાટિ કમ મંત્રી અને સરપંચ ના પતિ 10 હજાર ની લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાયા
Next articleવઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં 54 વર્ષીય આધેડ પૂર્ણા નદીમાં નાહવા ઉતરતા તેનુ ડૂબી જવાથી મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here