Home Business કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે…..

કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે…..

2
0

કોરોના કાળમાં દેશની આર્થિક સ્થિતિને માઠી અસર થઈ છે. આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે. જેના કારણે તેમણે ભારે આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે એક જાણીતી કંપનીએ લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ(Flipkart) એ તહેવારી સીઝન પહેલા અને ઓક્ટોબરમાં થનારી ફ્લેગશિપ બિગ બિલિયન ડેઝ સેલ(Big Billion Days Sale) પહેલા લગભગ 70,000 લોકોને નોકરી આપવાના સંકેત આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે કંપનીએ મંગળવારે જણાવ્યું કે ફ્લિપકાર્ટ લોકોને પોતાની સપ્લાઇ ચેન માટે નિમણૂક કરશે. સાથે જ લાખો ઇનડાયરેક્ટ નોકરીઓ ઊભી કરશે.
રિપોર્ટ મુજબ કંપની હાયરિંગ પછી લોકોને ટ્રેનિંગ આપશે. જે હેઠળ ડિજિટલ કર્મચારીઓને તૈયાર કરવા માટે સપ્લાય ચેન મેનેજમેન્ટ, કસ્ટમર સર્વિસ, ડિલિવરી, ઇન્સ્ટાલેશન, સેફ્ટી અને સેનિટાઇઝેશનના ઉપયોગની ટ્રેનિંગ અપાશે. સાથે જ હેન્ડ-હેલ્ડ ડિવાઇસેસ, PoS મશીન, સ્કેનર, વિવિધ મોબાઇલ એપ્લિકેશન અને ERPsની ટ્રેનિંગ પણ આપશે. જેથી કર્મચારીઓની સ્કિલ્સમાં વધારો થશે અને તેમના ભવિષ્યમાં સુધારો થશે.

Previous articleશું તમે ક્યારેય એવી નાઇટ ક્લબ જોઇએ જ્યાં લોકો સંસ્કૃત ગીતો પર નાચે છે?
Next articleરાજકોટ જિલ્લા બેંકમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here