કોરોનાની કહેર વચ્ચે ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ અને આહવા ખાતે મરાઠી સમાજ દ્વારા ગુડી પડવોની સાદાઈથી ઘરમાં જ ઉજવણી કરી હતી.
કોરોનાની કહેર વચ્ચે આજરોજ ગુડી પડવો,ચેટીચાંદ સાથે મહાપર્વ ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઇ છે.તેવામાં ડાંગ જિલ્લાનાં પ્રવેશ દ્વાર વઘઇ સહિત આહવા ખાતે મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાનાં પર્વની સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરી હતી.ડાંગ જિલ્લામાં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવા નિમિત્તે વહેલી સવારે ઘર ઉપર ગુડીને બાંધી હતી.જેમાં એક લાકડી, સાડી,લીમડાનાં પાંદડા,હારડા અને હાર વડે ગુડીને શણગારીને પૂજા અર્ચના કરી ગુડી પડવા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી..(શેખર ખેરનાર ડાંગ)