– લારી-ગલ્લા શાકભાજી દુકાનો સહિત સજજડ બંધ .
– સંક્રમણ ઓછુ થાય તે માટે વેપારીઓનો પ્રયાસ .
– પ્રાંતિજ બજાર સ્વયંભૂ બંધ જોવા મળ્યું .
– મેડીકલ ની દુકાનો સિવાય બજાર સજ્જડ બંધ .
સાબરકાંઠા જિલ્લા સહિત તાલુકામા કોરોના કેસો મા વધારો થતા પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા કોરોના નુ સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુ થી બજાર ના સમય મા ફેરફાર કરી રવિ-સોમ બે દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામા આવ્યુ હતુ જેમા રવિવારે સંપુર્ણ બજાર સ્વયંભૂ બંધ જોવા મળ્યુ .
હાલ કોરોનાએ માજા મુકી છે ત્યારે જિલ્લા સહિત પ્રાંતિજ અને તાલુકામા લગભગ ધરે ધરે કોરોના નો પગપેસારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને જયા જોઇએ ત્યા પ્રાંતિજ સહિત તાલુકામા જિલ્લામા દવાખાનાઓ કિડીયારા ની જેમ કોરોના વાયરસ ને લઈ ને ઉભરાતા જોવા મળશે તો પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા વધતુ જતુ સંક્રમણ અટકાવવા માટે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , ની અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરીએ નગર પાલિકા ના પ્રમુખ દિપકભાઇ કડીયા , નગરપાલિકા ચીફ ઓફિસર ઉર્મિલાબેન , પ્રાંતિજ પીઆઈ પી.એલ વાધેલા , તાલુકા હેલ્થ ઓફિસર એ.એસ.સોલંકી સહિત વિવિધ વેપારીઓ એશોસેશિયન ની મીટીંગ યોજાઇ હતી જેમા વેપારીઓ દ્રારા તારીખ ૧૭|૪|૨૦૨૧ થી તારીખ ૩૦|૪|૨૦૨૧ સુધી બજાર ના સમય મા ફેરફાર કરવામા આવ્યો હતો જેમા સવારે આઠ થી બપોર ના ત્રણ વાગ્યા સુધી પ્રાંતિજ ના બજારો ખુલ્લા રાખવાનો પ્રાંતિજ ના વેપારીઓ દ્રારા નિર્ણય કરવામા આવ્યો હતો અને રવિ-સોમ બે દિવસીય સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરી હતી જેમા રવિવાર ના દિવસે પ્રાંતિજ બજારમા લારી-ગલ્લા શાકભાજી દુકાનો સહિત વહેલી સવારથીજ પ્રાંતિજ બજાર સ્વયંભૂ સજ્જડ જોવા મળ્યુ હતુ .