Home Rajpipla રાજપીપળા માં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે બજારો ખુલ્યા : કેટલીક...

રાજપીપળા માં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે બજારો ખુલ્યા : કેટલીક દુકાનોમાં કોવિડ નું કડક પાલન

39
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં ચાર દિવસના સ્વૈચ્છીક બંધ બાદ આજે 24 એપ્રિલ થી બજાર ની દુકાનો અને માર્કેટ ખુલતા લોકોએ રાહત મેળવી હતી બજારોની કેટલીક દુકાનોમાં કોવિડ-૧૯ ના નિયમનું કદક પાલન કરતા વેપારીઓ જોવા મળ્યા હતા જેમાં પ્રવેશ માંજ ટેમ્પરેચર ગન,સેનેટાઈજર માટે ખાસ કર્મચારી બેસાડેલો જોવા મળ્યો જયારે અમુક દુકાનોમાં એક બે ગ્રાહકો ખરીદી કરતા હોય ત્યારે અન્ય ગ્રાહકો ને ઓટલા નીચે ઉભા રહેવા અને માસ્ક ફરજીયાત પહેરવા સૂચના આપવામાં આવી હતી.આમ રાજપીપળા શહેરના વેપારીઓ કોરોના સંક્રમણ ન ફેલાઈ તે બાબતે ખાસ તકેદારી લેતા નજરે પડ્યા હતા.

રાજપીપળા શહેરના બજારો બંધ કરવા કરતાં આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણ ને અટકાવવા અધિકારીઓ એ પગલાં લેવા જોઈએ તેવું ઘણા વેપારી ઓનું માનવું છે,બજારો સદંતર બંધ કરાવવા કરતા રોજ સાંજે વહેલી માર્કેટ,દુકાનો બંધ થાય તેવો સમય નક્કી કરવા વેપારીઓ જણાવી રહ્યા છે.


Previous articleકોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે 280 લીટર PSA ઓક્સિજન પ્લાન્ટ નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ
Next articleસાપુતારામાં આવેલી નામાંકિત લેક્વ્યુ હોટલનાં રૂમનાં બાથરૂમમાં દિલ્હીની 26 વર્ષીય યુવતીની કાંચનાં એંગલ જોડે દુપટા વડે ગળે ફાંસો ખાધેલ હાલતમાં રહસ્યમય લાશ મળી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here