Home Astrology મેષ રાશિમાં મંગળ થશે વક્રી, આ જાતકોની વધી જશે મુશ્કેલી ક્યાંક તમારી...

મેષ રાશિમાં મંગળ થશે વક્રી, આ જાતકોની વધી જશે મુશ્કેલી ક્યાંક તમારી રાશિ તો નથીને?

80
0

મેષ રાશિ એ મંગળ ગ્રહની સ્વરાશિ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ મેષ રાશિનો સ્વામી છે. મંગળ હિંમત, બળ, હિંસા, ક્રોધ અને કર્જનું પરિબળ માનવામાં આવે છે. મંગળ 10 સપ્ટેમ્બર 2020 ના રોજ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મંગળ મેષ રાશિમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે કોઈ ગ્રહ કોઈ રાશિમાં વક્રી થાય ત્યારે તે શુભ પરિણામ આપતો નથી. જાણો મંગળની મેષ રાશિમાં ગોચરને કારણે કઇ રાશિઓની મુશ્કેલી વધશે.
મેષ રાશિ
મેષ રાશિમાં મંગળ વક્રી થવાના લીધે આ રાશિનો જાતક માનસિક રીતે પરેશાન થઈ શકે છે. દીલ અને મન વચ્ચે સંકલનના અભાવને લીધે જાતક નકામી વાત કરી શકે છો. આ સમય થોડો સંભાળી લેવો.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આ ગોચર દરમિયાન તેમના આરોગ્યની સંભાળ લેવી પડશે. હિંમત સાથે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવા સંયોગ. દાંપત્ય જીવનમાં દુ:ખ આવી શકે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને આર્થિક મુશ્કેલી આવશે. વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખો. જમીન સંબંધિત બાબતોમાં લાભ થઈ શકે છે.
કર્ક રાશિ
આ ગોચર દરમિયાન આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. તકરારથી દુર રહેવુ. ધંધામાં પરિવર્તન થવાના સંકેતો છે.
સિંહ રાશિ
શિક્ષણના ક્ષેત્રથી સંબંધિત લોકો માટે સમય સારો નથી. ઇચ્છિત પરિણામમાં વિલંબ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે.
કન્યા રાશિ
નોકરી-ધંધાકરતા જાતકો માટે વિરોધી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. ચીડિયાપણું અને ગુસ્સાવાળો સ્વભાવ સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. કૌટુંબિક શાંતિથી ખલેલ પહોંચવાની સંભાવના છે. વૈવાહિક જીવનમાં સંકટ આવી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિ આ ગોચર દરમિયાન ધન લાભ અને નુકસાન બંને થશે. છેતરપિંડીનો શિકાર બની શકે છે. હમણાં કોઈની સાથે નવું કામ ન કરો.
વૃશ્ચિક રાશિ
મંગળનું વક્રી થવુ રોગોમાં રાહતનો સંકેત છે. જમીન ખરીદવાની સંભાવનાઓ બની રહી છે. વધઘટવાળા ધંધાની સ્થિતિ થઈ શકે છે. કાર્યસ્થળમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે.
ધન રાશિ
પ્રેમ સંબંધી બાબતો અંગે સજાગ બનો. ક્રોધને કારણે સંબંધો બગડી શકે છે. ખર્ચ વધી શકે છે.
મકર રાશિ
પૈસાથી સંબંધિત બાબતોમાં લાભના યોગ બની રહ્યા છે. જમીન અંગે લાભ થવાની પણ સંભાવના છે. જીવનસાથી સાથે મૂંઝવણ સમાપ્ત થશે. નવું કાર્ય શરૂ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.
કુંભ રાશિ
આ રાશિ પરિવર્તનથી જીવનમાં ઘણી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જોકે હિંમતથી સમસ્યાઓનો સામનો કરવો પડશે . ક્રોધ પર નિયંત્રણ રાખો. ઈજા થવાની સંભાવના છે.
મીન રાશિ
આ રાશિના જાતકોને મુશ્કેલીઓ વધશે. વેપાર અને જમીનના મામલાઓ ફાયદાકારક સાબિત થઈ શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here