જાન્યુઆરી ના આગામી દિવસોમાં હજુ પણ ગુજરાત સૌરાષ્ટ્ર ના ભાગોમાં સખત ઠંડી પડવાની શક્યતાઓ છે. આગામી તારીખ 20, 21 અને 22 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાશે. તા. 21થી 25 દરમિયામન વાદળો છવાશે, જ્યારે 27થી 31મી જાન્યુઆરી સુધી ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ પંથકમાં હાડ થિજવતી ઠંડી પડી શકે છે. આ વિસ્તારના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) વ્યક્ત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય ભાગોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ઉત્તર-પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાશે. જેથી તા.7 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાંક ભાગોમાં માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. બાદમાં તા.8થી 11 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલ્ટો આવશે અને વાદળો વિખરાંતાં ફેબ્રુઆરી માસમાં પણ કાતિલ ઠંડીને વેગ મળી શકે છે. ખેડૂતોને એલર્ટ કરવા અંગે તેમણે જણાવ્યું છે કે, ઠંડીની શક્યતાઓમાં ઉભાકૃષી પાકોમાં હિમ પડવાની શક્યતાઓ રહેલી હોવાથી પિયત વ્યાપક પ્રમાણમાં કરવું હિતાવહ રહેશે.
હવામાન વિભાગે પણ આગાહી કરી છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી ઘટતા લોકોને રહાત મળી છે. હવામાન નિષ્ણાત દ્વારા રાજયમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. કરવામાં છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતર ભારતથી લઈ ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થશે. ત્યારે સતત તાપમાન વધારા સાથે અમદાવાદમાં પારો 30 ડિગ્રી સુધી પહોંચી જતા બપોરે સામાન્ય ગરમી વર્તાઇ રહી છે.
જોકે, રાત્રી તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ રહેતા ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આમ એક જ દિવસે બેવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે.
સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. જેથી ખેડૂતો ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો હોવાથી પાકને રાખવા માટેની વ્યવસ્થા કરી લેવી જોઇએ. ઠંડીને લઈ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરભારતમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં અનુભવાશે. 27થી 31 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્ચ્છ સહિત અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગળશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા અને નલિયામાં ઠંડીનું જોર વધશે.
આજે અમદાવાદ શહેરમાં પણ ધૂમમ્સ ભર્યું વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. આજે પણ નલિયા 6.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ ફૂલગુલાબી ઠંડી યથાવત રહી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 2થી 3 દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફરીથી વધશે.