Home India MDHના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી નું હાર્ટ એટેક નિધન.

MDHના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી નું હાર્ટ એટેક નિધન.

26
0

દેશની અગ્રણી મસાલા કંપની મહાશિયા દી હટ્ટી (MDH)ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટી(Dharampal Gulati)નું નિધન થયું છે. આજે સવારે 5.38 વાગ્યે તેમણે છેલ્લાં શ્વાસ લીધા. તેઓ 98 વર્ષના હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેક (Heart Attack) થી નિધન થયું. વેપાર અને ઉદ્યોગજગતમાં ઉલ્લેખનીય યોગદાન આપવા માટે ગયા વર્ષે જ તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) એ પદ્મ ભૂષણ (Padma Bhushan) થી સમ્માનિત કર્યા હતા.
આપને જણાવી દઇએ કે ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાન (Pakistan)ના સિયાલકોટમાં 23મી માર્ચ, 1922માં થયો હતો. દેશના ભાગલા બાદ તેમના પિતા મહાશય ચુન્ની લાલ ગુલાટી 1947મા દેશની વહેંચણી બાદથી દિલ્હી આવીને વસ્યા હતા. શરૂઆતમાં ભરણ-પોષણ માટે તાંગા ચલાવાનું શરૂઆત કરી. પછી ટૂંક સમયમાં જ તેમના પરિવારની એટલી સંપત્તિ ભેગી થઇ ગઇ કે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી.
જાતે જ કરતા હતા કંપનીની જાહેરાત
આ દુકાનથી મસાલાનો વેપાર ધીમે-ધીમે એટલો ફેલાતો ગયો કે આજે તેમની ભારત અને દુબઇમાં મસાલાની 18 ફેકટરીઓ છે. આ ફેકટરીઓમાં તૈયાર એમડીએચ મસાલા દુનિયાભરમાં પહોંચે છે. એમડીએચની 62 પ્રોડક્ટસ છે. કંપની ઉત્તર ભારતના 80 ટકા બજાર પર કબ્જાનો દાવો કરે છે. ધર્મપાલ ગુલાટી પોતાની પ્રોડક્ટની જાતે જ જાહેરાત કરતા હતા. મોટાભાગે તમે તેમને જ ટીવી પર પોતાના મસાલા અંગે બતાવા જોયા હશે. તેમને દુનિયાના સૌથી મોટી ઉંમરના એડવર્ટાઇઝિંગ સ્ટાર મનાતા હતા.
ધરમપાલ ગુલાટી પાંચમા ધોરણ સુધી ભણ્યા હતા. આગળના અભ્યાસ માટે તેઓ સ્કૂલ ગયા જ નહીં. તેમને ભલે પુસ્તકિયું જ્ઞાન ના લીધું હોય પરંતુ વેપારમાં મોટા-મોટા દિગ્ગજો તેમને લોહા માનતા હતા. યુરોમોનિટરના મતે ધરમપાલ ગુલાટી એફએમસીજી સેકટરના સૌથી વધુ કમાણી કરનાર સીઇઓ હતા. સૂત્રોએ કહ્યું કે 2018મા 25 કરોડ રૂપિયા ઇન-હેન્ડ સેલરી મળતી હતી. ગુલાટી પોતાની સેલરીના અંદાજે 90 ટકા હિસ્સો દાન કરતા હતા. તેઓ 20 સ્કૂલ અને 1 હોસ્પિટલ પણ ચલાવી રહ્યા હતા.


Previous articleઅમદવાદના ગોમતીપુર વિસ્તાર માં રહેતા સાત જેટલા દર્દીઓને સારવારના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.
Next articleશશી થરૂરના નિવેદન બાદ ભાજપે તેના પર પ્રહારો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here