Home Kheda (Anand) ઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ ના આંગણવાડી કેન્દ્રોમાં ઔષધીય વનસ્પતિ રોપા વાવેતર પ્રવૃત્તિ

ઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ ના આંગણવાડી કેન્દ્રોમાં ઔષધીય વનસ્પતિ રોપા વાવેતર પ્રવૃત્તિ

124
0

પોષણ માસ સપ્‍ટેમ્બર-૨૦૨૧ની ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ ના આંગણવાડી કેન્દ્રોમાં ઔષધીય વનસ્પતિ રોપા વાવેતર પ્રવૃત્તિ




પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ચાલુ સપ્‍ટેમ્બર-૨૦૨૧ માસમાં જનઆંદોલન માટે “રાષ્‍ટ્રીય પોષણ માહ” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ. જે ઉજવણી અંતર્ગત આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૧ હસ્તકના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવાના ભાગરૂપે બ્રાહ્મી, અશ્વગંધા, તુલસી, શતાવરી, અરડૂસી, ડોડી, ભૃંગરાજ, નાગોડ, શંખપુષ્‍પી જેવી વિવિધ જાતના ઔષધીય વનસ્પતિ રોપા વાવેતરની પ્રવૃત્તિ યોજવામાં આવેલ. આ પ્રવૃત્તિમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, મુખ્ય સેવિકા બહેનો તેમજ પોષણ અભિયાન સ્ટાફ હાજર રહેલ. આ પ્રવૃત્તિને સફળ બનાવવા માટે ઘટક હસ્તકના આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો દ્વારા આયોજન કરવામાં આવેલ. આ માટે ગુજરાત ઔષઘીય વનસ્પતિ બોર્ડની ખેડા જિલ્લાની નર્સરી દ્વારા ઔષધીય વનસ્પતિના રોપા વિનામૂલ્યે આઇસીડીએસ નડીઆદ ઘટક-૧ની કચેરીને પુરા પાડવામાં આવેલ તેમ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, આઇ.સી.ડી.એસ., નડિયાદ ઘટક-૧ની અખબારી યાદિમાં જણાવવામાં આવેલ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here