Home South-Gujarat અંકલેશ્વર સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઔષધીય રોપા નું વિના મુલ્યે વિતરણ કરાયું

અંકલેશ્વર સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ઔષધીય રોપા નું વિના મુલ્યે વિતરણ કરાયું

14
0

અંકલેશ્વર શહેરમાં તુલસી અને અશ્વગંધા ના રોપા નું વિતરણ કરાયું
અંકલેશ્વર સામાજીક વનીકરણ રેંજ અને માં શક્તિ સંસ્થા દ્વારા વન મહોત્સવ અંતર્ગત શહેરી વિસ્તાર માં વિના મુલ્યે ઔષધીય રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું ,



વન મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વર અને ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ રથ થકી અંકલેશ્વર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિના મુલ્યે રોપાઓ નું વિતરણ કરવા માં આવી રહ્યું છે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વર અને ભરૂચ સામાજીક વનીકરણ વિભાગ તેમજ માં શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે વિના મુલ્યે ઔષધીય તુલસી અને અશ્વગંધા ના ૨૫૦ જેટલા રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર ના આરએફઓ ડી. વી.ડામોર, ફોરેસ્ટર પી.એ. પટેલ, બીટગાર્ડ એસ.જે વસાવા, માં શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શક્તિબેન રાજપૂત, જયેદ્રસિંહ ભરથાણીયા, નયનાબેન સોની સહીત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસી માં બજાજ હેલ્થકેર કંપની માં ભીષણ આગ
Next articleઅંકલેશ્વર ના શાંતિ નગર પાસે અજાણ્યા વાહન ની અડફેટે બાઈક ચાલક યુવક નું મોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here