ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં તાત્કાલિક અસરથી તા.૧૮/૦૯/૨૦૨૧ નાં ૦૮:૦૦ કલાક થી તા.૦૨/૧૦/૨૦૨૧ નાં રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓને એકત્ર થવા ઉપર કે કોઇપણ જગ્યાએ ભેગા થવા કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્ટર કચેરી – ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્વરૂપે આવી આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓ, સ્મશાન યાત્રા-અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.