Surat

સીટી સ્કેન, એકસ-રે વિગેરે જેવી રેડિયોલોજી સાથે સંક્ળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠક


“ HRCT CHEST COVID PROFILE ” બાબતનો ટેસ્ટનો ચાર્જ વ્યાજબી રાખવા
ચર્ચા-વિચારણા હાથ ધરાઈ

કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયા દ્વારા સીટી સ્કેન, એકસ-રે વિગેરે જેવી રેડિયોલોજી સાથે સંક્ળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં હાલમાં કોવિડ-૧૯ ના દર્દીઓ મોટા પ્રમાણમાં જણાતાં હોય તેઓને “ HRCT CHEST COVID PROFILE ” બાબતનો ટેસ્ટ વધુ પ્રમાણમાં કરાવતાં હોય લોકોને આર્થિક રીતે પરવડે તે માટે ચાર્જ વ્યાજબી રાખવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરાઈ હતી.

બેઠકમાં ચર્ચાને અંતે તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ સ્વૈચ્છિક રીતે “ HRCT CHEST COVID PROFILE ” ટેસ્ટમાં રૂ.૨૫૦૦/- અને ઈમરજન્સી તથા રજાના દિવસો દરમિયાન રૂ.૫૦૦/- એકસ્ટ્રા કરવાનું સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવ્યું હતું અને જેનો અમલ તા.૧૭-૦૪-૨૦૨૧ થી કરાશે તેમ પણ નક્કી થયેલ.
જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ સીટી સ્કેન, એકસ-રે વિગેરે જેવી રેડિયોલોજી સાથે સંક્ળાયેલ સંસ્થાના પ્રતિનિધિઓના આ અભિગમને આવકાર્યો હતો.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.