Home Kheda (Anand) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આણંદ જિલ્લામાં યોજાયેલ મેગા રસીકરણ અભિયાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આણંદ જિલ્લામાં યોજાયેલ મેગા રસીકરણ અભિયાન

22
0

આણંદ જિલ્લામાં તા.૧૭મીના રોજ એક જ દિવસમાં ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીન આપવામાં આવી
આણંદ જિલ્‍લામાં આદરવામાં આવેલ મહારસીકરણ અભિયાનને મળેલ નોંધપાત્ર સફળતા

આણંદ –: સમગ્ર રાજ્યમાં કોરોના સામેની ઝુંબેશને તેજ બનાવવા સમગ્ર રાજ્યમાં ગઇકાલે તા.૧૭મીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસે ‘રસીકરણ મેગા ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ વધુ ને વધુ રસીકરણ થાય તે માટે જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સુચારૂં આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં ૪૫૦થી વધુ વેકસિન સેન્‍ટરો ઉપર રસીકરણ મહા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વેકસીન ઝુંબેશ વેગવંતી બનાવીને એકજ દિવસમાં રસીકરણ કરવાનો આણંદ જિલ્‍લાએ નવો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો. આમ મહારસીકરણ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે.પ્રધાનમંત્રીશ્રીના જન્‍મદિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત લક્ષ્‍યાંક સિધ્‍ધ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા પૂરતો જથ્‍થો પણ ફાળવી દેવામાં આવ્‍યો હતો.



આ મહારસીકરણ અભિયાનમાં વ્‍યાપક જનસહયોગ મળી રહે તે માટે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ દ્વારા માઇક્રોપ્‍લાનીંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં આશાવર્કર-આંગણવાડી, કાર્યકર્તાઓ, નગરસેવકો, સ્‍થાનિક આગેવાનોનો સહયોગ સાંપડયો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ મહારસીકરણ અભિયાન દરમિયાન જિલ્‍લામાં ચાલી રહેલ વિવિધ વેકસિન સેન્‍ટરોની મુલાકાત લઇ વેકસિનની કામગીરીની સમીક્ષા કરી આરોગ્‍ય કર્મચારીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.
આ અંગેની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં તંત્ર દ્વારા વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ રસીકરણની કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી. જેમાં જિલ્લાના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ સાથે મળીને રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને આણંદ જિલ્‍લામાં તા.૧૭/૯/૨૧ના રોજ એક જ દિવસમાં મોડી રાત્રિ સુધી ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લામાં ૧૮ થી ૪૪ વર્ષની વયના વ્યકિતઓમાં ૧૨,૪૩૭ ને પ્રથમ ડોઝ તથા ૪૦,૦૮૧ ને બીજો ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષની વયના નાગરિકોમાં ૩,૩૬૮ ને પ્રથમ ડોઝ તથા ૧૪,૮૫૮ ને બીજો ડોઝ જયારે ૬૦થી વધુ વય પૈકી ૧,૭૦૦ ને પ્રથમ તથા ૭,૮૮૭ ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્‍લામાં વધુને વધુ નાગરિકોનું રસીકરણ થાય તે માટે મોડી રાત્રિ સુધી રસીકરણની કામગીરી ચાલુ રહેવા પામી હતી. અને હજુ પણ જિલ્‍લામાં વેકસિનની કામગીરી ચાલુ જ હોઇ જિલ્‍લાના હજુ પણ જે નાગરિકોએ રસી નથી મૂકાવી તેઓને રસી મૂકાવી દેવા જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Previous articleઅંકલેશ્વર નગર પાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો
Next articleઆણંદ: જિલ્‍લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here