ઈસ્કોન ગેઈટ, ભદ્રકાલી ચોક, રબારી ગેઈટ સહિત મુખ્ય માર્ગો પર કમરડૂબ પાણીથી શહેર બેટમાં ફેરવાયું… દરિયામાં ૧૦થી૧પ ફૂટ ઉંચા મોજા ઉછળ્યાઃજામનગર-દ્વારકા હાઈ-વે બંધ, વાહનોની ૩થી૬ કિમી સુધી કતાર
દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં સોમવારે પડેલા ૧ર ઈંચ તોફાની વરસાદ બાદ મંગળવારે વધુ ૬ ઈંચ પડતા ર૪ કલાકમાં ૧૮ ઈંચ વરસાદથી યાત્રાધામ બેટમાં ફેરવાઈ ગયું હતુ. ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરનો ધ્વજાજી દંડ ખંડિત થયો હતો.
દ્વારકામાં ચોવીસ કલાકમાં પટેલા ૧૮ ઈંચ વરસાદથી ઈસ્કોન ગેઈટ પ્રવેશદ્વાર, રબારી ગેઈટ, ભદ્રકાલી ચોક સહિત મુખ્ય માર્ગો પર કમરડૂબ પાણી ભરાતા રસ્તા બ્લોક થઈ ગયા હતા. શહેરનો અર્ધા ભાગ વિખૂટો પડી ગયો હતો. જીસ્વાન, મોબાઈલ ટાવર અને વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો હતો. તાલુકાના ભીમગજા તથા મીઠીપરા સહિતના ડેમો, તળાવો, ઓવરફલો થવાની તૈયારીમાં છે.
તોફાની પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિર પરનો ધ્વજાજી દંડ વહેલી સવારે તૂટી ગયો હતો. ધ્વજાજીનો નવો દંડ આરકોજી અને દેવસ્થાન સમિતિ પાસે નવો ઉપલબ્ધ હોય વરસાદ રહેતા શાસ્ત્રોકતવિધિથી નવો દંડ પુનઃ સ્થાપન કરવામાં આવશે.
હાલમાં ધ્વજા આરોઠહનું કાર્ય મુખ્ય ધ્વજાજીના દંડ સાથે ચડાવવામાં આવશે. સોપારીના લાકડાનો બનેલ વીસ ફૂટનો દંડ, ૧૭ ફૂટની લંબાઈ છે તે દંડ તૂટી ગયો છે. જેના કારણે આજે ધ્વજાજીને સોપારીના દંડ ઉપર આરોહણ થશે. કુલ ધ્વજાજી દંડ ૩૭ ફૂૂટ જેટલી ઉંચાઈનો છે. પાંચેય ધ્વજાજી અડધી કાઠીએ અબોટી બ્રામણ દ્વારા ચડાવાઇ હતી. થોડા વર્ષ પહેલા કંડલા બંદર પર વાવાઝોડું આવ્યું ત્યારે પણ ધ્વજાજીનો દંડ તૂટીને ગોમતીજીમાં પડયો હતો.
દ્વારકામા ત્રણ દિવસમાં ર૦ ઈંચ ઉપરાંત વરસાદ પડયા બાદ મંગળવારે સાંજે સાડા છ કલાકે તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. શહેરના મધ્ય અને બહારના ભાગમાં પાણી ભરાતા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. વીજળી ગુલ થતા અંધારપટ છવાઈ ગયો હતો. દરિયામાં દસથીપંદર ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.
ભારે વરસાદના લીધે દરિયામાં દેખાવાનું બંધ થઈ ગયું હતુ. ત્રણ દિવસ વારંવાર વીજળી ગુલ થવાના કારણે બેંકોના વહીવટ ઠપ્પ થઈ ગયા હતા. મોબાઈલ, ઈન્ટરનેટના ધાંધિયા સર્જાયા હતા. જામનગર-દ્વારકા હાઈવે બંધ થઈ ગયો હતો. ત્રણથીછ કિમી સુધી વાહનોની કતાર લાગી હતી.
શહેર-આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વીજ પોલ પડી ગયા હતા.ભારે પવન અને વરસાદના કારણે લોકોના આર્થિક અને રોજીંદા વ્યવહાર ઉપર અસર પડી છે. રોજીંદો વ્યવહાર રાબેતા મુજબ થતા ત્રણથીચાર દિવસ જેટલો સમય લાગે તેવી સંભાવના છે.
Home Gujarat દ્વારકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દ્વારકાધીશનો સોપારીના લાકડાનો બનેલ 20 ફૂટનો ધ્વજદંડ ખંડિત