Home Gujarat માતંગી ઈન્ડસ્ટ્રીઝની આગ મામલે સર્જાયેલા વિવાદમાં ઘેરાયેલા મેઘમણિ ગ્રુપના સ્.ડ્ઢ. અને GCCIના...

માતંગી ઈન્ડસ્ટ્રીઝની આગ મામલે સર્જાયેલા વિવાદમાં ઘેરાયેલા મેઘમણિ ગ્રુપના સ્.ડ્ઢ. અને GCCIના પ્રમુખ.

47
0

વટવામાં માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં વિનાશક આગ દુર્ઘટના સર્જાવાને પગલે છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચાને ચકડોળે ચડેલા અને વિવાદમાં ઘેરાયેલા મેઘમણિ ગ્રુપના સ્.ડ્ઢ. અને GCCIના પ્રમુખ નટુભાઈ પટેલને પોતાની કંપની અને શાખ તેમજ પોતાના સગા ભત્રીજા મૌલિક જયંતિ પટેલને બચાવવા માટે દિલ્હી દોડી જવું પડયું છે.
માતંગી ઈન્ડસ્ટ્રીઝની આગ મામલે સર્જાયેલા વિવાદમાંથી સાંગોપાંગ ઉગરી જવા માટે ‘હવાતિયાં’ મારી રહેલા નટુભાઈ પટેલ, ભાજપના ટોચના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના શરણું શોધ્યું હોવાનું GCCIના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. અજય પટેલના સલાહકાર અને GCCIના પૂર્વ પ્રમુખ દુર્ગેશ બુચને સાથે લઈને નટુભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાતે ગયા હતા.
પૂર્વ પ્રમુખ દુર્ગેશ બુચનો ‘સહારો’ લેનાર નટુભાઈએ GCCIના સેક્રેટરી અને ટ્રેઝરરને સાથે રાખ્યા ન હોવાની બાબત પણ ચેમ્બરમાં ચર્ચાનો વિષય બન્યો છે. દુર્ગેશ બુચની ‘આંગળી પકડીને’ અમિત શાહની મુલાકાત લેનાર નટુભાઈએ સોશિયલ મિડીયામાં ‘વાહવાહી’ મેળવી હતી. નટુભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હેમંત શાહ અને ઉપપ્રમુખ કે. આઈ. પટેલ આ ‘દિલ્હી યાત્રા’માં જોડાયા હતા.
ચેમ્બરનો ‘સઘળો ભાર’ લઈને ફરતા અને નટુભાઈ પટેલના ખાસ ગણાતા GCCIના સેક્રેટરી જનરલ યોગેન્દ્ર ત્રિવેદી પણ સૂચિત મુલાકાત વિશે પણ અજાણ હોવાનું જાણવા મળે છે. માતંગીના મામલે છૂટકારો મેળવવાના મુખ્ય હેતુથી યોજાયેલી આ દિલ્હી મુલાકાતને માટે GCCIના પ્રશ્નોની રજુઆત માટેની ‘મુલાકાત તરીકે ખપાવવાનો પ્રયાસ’ કરાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.
વટવા GIDCમાં આવેલી માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં રખાયેલ કેમિકલ્સના બેરલમાં મોડી રાત્રે અચાનક વિસ્ફોટ સાથે ફાટી નીકળેલી આગ દુર્ઘટનાને પગલે મેઘમણિ ગ્રુપ વિવાદમાં સપડાયું છે. આ દુર્ઘટનામાં ભીનં સંકેલવા અને ‘મેનેજ’ કરવા નટુભાઈ પટેલ ‘એડી ચોટી’નું જોર લગાવી રહ્યા છે અને સમગ્ર મામલો રફે દફે કરવા માટે ‘રાજકીય આકાઓ’નું શરણું શોધી રહ્યા છે.


Previous articleદિલ્હી વિધાનસભા સત્રમાં નવા કૃષિ કાયદાને લઇને સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર જોરદાર પ્રહાર.
Next articleજમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઇનસ ૬.૪ ડિગ્રી તાપમાન સાથે છેલ્લા ૧૦ વર્ષની ડિસેમ્બરની સૌથી ઠંડી રાત નોંધાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here