Home Kheda (Anand) મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ આણંદ દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું

મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ આણંદ દ્વારા નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું

305
0

ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ફરી આણંદ જિલ્લામાં પણ પડ્યા પડઘા
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યાહન ભોજન યોજના કર્મીઓએ પોતાની માગણીઓને આણંદ શહેરના નાયબ કલેકટર શ્રીને આવેદનપત્ર આપી મધ્યાહન ભોજન યોજના કર્મીઓના પ્રશ્નો વિશે સજાગ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સને. ૧૯૮૪ થી ગુજરાત સરકારની પોતાની મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતાં સંચાલક,રસોઈયા અને મદદનીશોની શ્રમ કાયદા મુજબના લાભો ઉપલબ્ધ કરાવવાના અર્થે આવેદનપત્ર આપ્યું હતું મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘની માગણીઓમાં સૌ પ્રથમ શીડયુલ’ વર્કરો ગણીને એ મુજબ મળવાપાત્ર લાભો આપવા માંગણી કરવામાં આવી છે.

અને શ્રમ કાયદા મુજબ અસંગઠીત વર્કરોમાં નોંધાયેલા સંચાલક, રસોઈયા અને મદદનીશો રોજીંદા ૫ થી ૭ કલાક કામ કરે છે. તેમનું શ્રમ કાયદા મુજબ રૂા.૨૮૪-દૈનિક વેતન અને નિશ્ચિત બોનસ નિયમોનુસાર સુનિશ્ચિત કરવાની માંગણી. સામાન્ય વહિવટ વિભાગના ૨૫૬ નિયમ મુજબ જાહેરાત આપીને ભરતી, ઈન્ટરવ્યુ લઈને નિમણુંક આપવી તથા આ યોજનાના મ.ભો.યો કેન્દ્રના સંચાલકોને કાયમી કર્મચારી સમકક્ષ લાભો આપવા માંગણી,આ યોજનામાં કામ કરતા અને અસંગઠીત ક્ષેત્રના વર્કરો તરીકે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયમાં નોંધાયેલ મધ્યાહન ભોજન યોજનાના કામદારોને લઘુતમ વેતન સુનિશ્ચિત કરી આપવા માંગણી અને કોરોનાકાળ દરમ્યાન સરકારી હુકમો મુજબ કોવીડ-૧૯ અંતર્ગત વિવિધ કામગીરી બજાવતા અમારા સંચાલકો કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામેલ છે. સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ મુજબ ૧૧ માસના કરાર આધારીત મ.ભો.યો. કર્મિઓના પરિવારોને રૂા. ૨૫ લાખની સહાય તાકીદ ચુકવવાની માંગણી આવેદનપત્ર દ્વારા શહેરના કલેકટર શ્રીને કરવામાં આવી હતી. શ્રી મણીભાઈ કે. રાવત (રાજ્ય સંગઠન મંત્રી મધ્યાહન ભોજન કર્મચારી સંઘ) તથા શ્રી મહેશભાઈ તુલસીરામ ઠાકુર (મહામંત્રી મધ્યાહન ભોજન કર્મચારી સંઘ આણંદ જિલ્લા) નાઓની આગેવાનીમાં બીજા ૭ જેટલાં તાલુકાના હોદ્દેદારો/ પ્રતિનિધિઓ સાથે તેઓના પડતર પ્રશ્ને આણંદ કલેકટર કચેરી ખાતે શ્રી એલ. એ. પટેલ (નાયબ કલેકટર મધ્યાહન ભોજન) નાઓને આવેદન આપવામાં આવેલ છે.
તદ્દઉપરાંત મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ આણંદના રાજય સંગઠન મંત્રી મણીભાઈ કે રાવતએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લા જેમ કે ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ અમારા સંઘ દ્વારા રજુઆતો કરવામાં આવી છે અને અમારા આ પ્રશ્નોનો સમયસર યોગ્ય રીતે ઉકેલ કરી આપવામાં આવશે એવી રાજ્ય સરકારથી અમે આશા રાખીએ છીએ
તસ્વીર: સૈયદ સજ્જાદ આણંદ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here