Home South-Gujarat હળવદ પંથકમાં રેતી ચોરીના કાળા કારોબારપર ખાણ ખનીજ વિભાગ, પોલીસ ત્રાટકી:૧.૫ કરોડનો...

હળવદ પંથકમાં રેતી ચોરીના કાળા કારોબારપર ખાણ ખનીજ વિભાગ, પોલીસ ત્રાટકી:૧.૫ કરોડનો મુદ્દામાલ કબજે

74
0

હળવદ:ખાણ ખનીજના પોલીસ લાલ આંખ કરતા ૧૧ ડમ્પરો ગે.કાયેદેસર રેતી ખનન વહન કરતાં જપ્ત.૧.૫ કરોડ મુદ્દામાલ જપ્ત, અંદાજીત ૪૦૦ ટન રેતી જપ્ત,રેતી માફીયાઓ માં ફફડાટ
હળવદ પંથકમાં બ્રાહ્મણીનદી છેલ્લા કેટલાક સમય થી ‌સફેદી રેતીચોરી નો કાળો કારોબાર બેફામ ફુલ્યો ફાલ્યો છે. ત્યારે મોરબી ખાણ ખનીજ અને હળવદ પોલીસ લાલ આંખ કરતા ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર રેતી ખનન અને વહન કરતા ૧૧ ડમ્પરો ઝડપી પાડતા રેતી માફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રેતીનો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા લાલઆંખ કરાતા હળવદ હાઈવે રોડ પર અલગ અલગ‌ જગ્યાએ થી ગેરકાયદેસર પાસ પરમીટ વગર રોયલ્ટી વિના રેતી ખનન વહન કરતાં ૧૧ ડમ્પરો ઝડપીપાડીય. દોઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો.
ગેરકાયેદસર રોયલ્ટી વિના ડમ્પરો ઝડપી અંદાજીત ૪૦૦ ટન જેટલી રેતી જપ્ત કરી હતી,
રેતીમાફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો.હજુ પણ અગામી દિવસોમાં માં ખાણ ખનીજ વિભાગ અને હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.આ દરોડાથી રેતી માફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મયુર રાવલ હળવદ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here